ફૂલોની ખેતીથી ઉભો કર્યો લાખોનો વ્યાપાર, આ રીતે મળ્યો આઇડિયા

0
54
.ews/NAT-UTL-UTLT-millions-of-businesses-have-grown-from-flower-farming-gujarati-news-5975134-NOR.html
.ews/NAT-UTL-UTLT-millions-of-businesses-have-grown-from-flower-farming-gujarati-news-5975134-NOR.html

સામાન્ય રીતે ફૂલ દરેકને પસંદ હોય છે. દરેક ફૂલની અલગ સુગંધ અને ખાસિયત હોય છે. આ કારણે તેની દરેક અવસરમાં ડિમાંડ હોય છે. ફૂલોની આ ખાસિયતોને જોતા ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી એક વ્યક્તિએ ખાસ પ્રકારના ફૂલ ઉગાળવાની શરૂઆત કરી. ફૂલોની જેમ જ તેનો આ બિઝનેસ ખીલી ઉઠ્યો અને આજે તે આનાથી સારી કમાણી કરી રહ્યો છે. આવો જાણીએ આ વ્યક્તિને કેવી રીતે આવ્યો આઇડિયા….

મેરઠના રહેવાસી અંકિત કુમારે વાતચીતમાં જણાવ્યું કે ફૂલોની ખેતી લાભદાયક હોય છે જેનું પ્રમાણ તમને ઘણીબધી રીતે મળી જશે. પરંતુ, એ વાત જાણવી ખુબ જ જરૂરી છે કે કયા ફૂલોની ખેતી વધારે ફાયદાકારક હોય છે. આને ધ્યાનમાં રાખતા મેં ગ્લેડિયોલસની ખેતી શરૂ કરી. ગ્લેડિયોલસના ફૂલોનો ઉપયોગ સજાવટ તથા બુક્કેના રૂપમાં કરવામાં આવે છે. ભલે લગ્ન-પાર્ટી હોય અથવા કોઇ સુભ કાર્ય હોય દરેક જગ્યા પર સજાવટ માટે ગુલાબ તથા ગ્લેડિયોલસના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે થઇ શરૂઆત
અંકિતે જણાવ્યું કે તેના પિતા ખેડુત છે. એટલા માટે તેમને સપોર્ટ કરવા માટે અને ઇનકમને વધારવા માટે મેં એગ્રીકલ્ચરની સ્ટડી કરી. મેં પ્લાંટ બ્રિડિંગમાં એમએસસી કર્યું છે. અમારા એરિયામાં શેરડીની ખેતી સૌથી વધારે થાય છે. પરંતુ તેમા પેમેન્ટની મુશ્કેલી રહે છે. હું તેનાથી અલગ કોઇ ખેતી કરવા માંગતો હતો. જેને વેચીને તરત પૈસા હાથમાં આવી જાય. ગ્લેડિયોલસ એક વેલકમ ટ્રેડમાર્કના રૂપમાં ફેમસ ફૂલ છે. એટલા માટે તેની ખેતી શરૂ કરી.

કોર્સ કરવાનો મળ્યો ફાયદો
એગ્રી ક્લિનિંક એંડ એગ્રી બિઝનેસનો કોર્સ કર્યા બાદ અંકિતે પોતાનો સંપૂર્ણ સમય ફ્લોરકલ્ચરને આપી દીધો. 2 એકડમાં ગ્લેડિયોલસની ખેતી શરૂ કરી. જુલાઇથી ઓગસ્ટ દરમિયાન તેની ખેતી થાય છે. આની ચાર વિવિધતાઓ અમેરિકન બ્યૂટી, સમર સનસાઇન, કેંડી મેન અને વ્હાઇટ પ્રોસ્પેરિટી સામેલ છે. વાવણીના 70 દિવસમાં છોડ પર ફૂલો આવવા લાગે છે.

સીઝન અનુસાર થાય છે કમાણી
અંકિતે કહ્યું કે, શરૂઆતમાં મને સીડ્સ મળવામાં મુશ્કેલી થતી હતી. ખેડુતોથી સીડ્સ લઇ તેની ખેતી શરૂ કરી. એક એકડમાં ગ્લેડિયોલસની ખેતી પર અંદાજિત 1.50 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. એક બંડલમાં 24 સ્ટિક હોય છે અને બજારમાં તેની કિંમત 30થી 250 રૂપિયા સીઝન અનુસાર મળી જાય છે.

10 લાખ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર
ગ્લેડિયોલસની ખેતીથી અંકિત વાર્ષિક 10 લાખ રૂપિયાનો બિઝનેસ કરી લે છે.જેમાથી તેને 20 ટકા એટલે 2 લાખ રૂપિયાનું નેટ પ્રોફિટ થાય છે