કંઈક આવી છે આ 229 મહિલાઓ, પતિઓએ વર્ષો પહેલા છોડી દીધી છતાં આજે પણ તેમના નામે રાખે છે કરવા ચોથનું વ્રત

0
59
NAT-HDLN-229-women-left-by-husband-due-to-mental-illness-still-fasting-on-karwa-chauth-gujarati-news-5975077-NOR.html
NAT-HDLN-229-women-left-by-husband-due-to-mental-illness-still-fasting-on-karwa-chauth-gujarati-news-5975077-NOR.html

યૂપીના જૌનપુરની અનીતાની વાત કરવાની રીતભાત અને વર્તન વ્યવહારથી આપને ક્યારેય એવું નહીં જણાય કે તે માનસિક રીતે બીમાર રહી હશે.જો કે આ માનસિક બીમારાના નામ પર જ તેના પરિવારથી પાંચ વર્ષ સુધી દૂર છે. હવે તે સંપૂ્ર્ણ સ્વસ્થ છે જો કે પતિ શ્યામલ તેને સ્વીકારવા હજુ પણ તૈયાર નથી. શ્યામલે બીજા લગ્ન પણ કરી લીધા છે. આવા સંજોગોમાં પણ અનીતા દર વર્ષે કરવા ચોથનું વ્રત કરે છે. તેને હજુ પણ આશા છે કે એક દિવસ તેનો પતિ તેને લેવા આવશે. તે કહે છે કે, તેનું નામ તો શ્યામલ સાથે જ જોડાયેલું છે.

એક દિવસ હું મારા ઘરે ચોક્કસ જઈશ

આવી જ કંઇક કહાણી દિલ્લીની સુનીતા જૈનની છે. સુનીતાએ રાજેશ સાથે લવ મેરેજ કર્યાં હતા. બંને અલગ રહેતા હતા પરંતુ વિવાદ અને ઝઘડાએ તેનો પીછો ન છોડ્યો. આ બધાના કારણે સુનીતા ડિપ્રેશનમાં સરી પડી તે સીજોફ્રેનિયાની શિકાર બની. હવે 4 વર્ષથી સ્વસ્થ છે. તે કપડા સિલાઈનું કામ કરે છે પરંતુ પતિ રાજેશ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. સુનીતા કરવા ચોથનું વ્રત પણ રાખે છે. સુનીતા વર્ષા બાદ પણ એમ જ કહે છે કે, ‘એક દિવસ હું મારા ઘરે જરૂર જઈશ’

આવી જ 229 મહિલાઓને છે તેના સાથીની રાહ

અનીતા અને સુનીતા જેવી ‘અપના ઘર’ આશ્રમમાં 229 મહિલાઓ છે. આ મહિલાઓ માનસિક રીતે બીમાર થતાં તેના પતિઓએ તેને છોડી દીધી હતી. જો કે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. જો કે હવે તેના પતિ કે પરિજન તેને સ્વીકારવા તૈયાર નથી. કેટલાક પરિવાર તો એવા છે કે તેને આ મહિલા સાથે છેડો ફાડતાં પરિવારની સભ્ય હોવાની વાતને પણ નકારી કાઢી છે. જો કે તો પણ આ મહિલાઓ એ આશા સાથે જીવે છે અને વ્રત કરે છે કે, તેની જિંદગીમાં એક દિવસ ચાંદના પ્રકાશથી અજવાળું થશે જ. જો કે અફસોસ તેની રાહ અમાસની રાત જેવી છે, જેમાં અંધકાર છે પણ આશાનું કિરણ નથી દેખાતું

સમૂહમાં મનાવે છે કરવા ચૌથ

‘અપના ઘર’ આશ્રમમાં બધા જ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. કરવા ચોથનો તહેવાર પણ અહીં રહેતી મહિલાઓ ઉત્સાહ અને આશા સાથે મનાવે છે. શૃંગાર કરે છે, ચંદ્રને અર્ઘ્ય આપે છે. કરવા ચોથની બધી જ પરંપરા શ્રદ્ધાભેર નિભાવે છે. આશ્રમની સંચાલક ડો. માધુરી ભારદ્રાજના મત મુજબ 26 આશ્રમોમાં 1454 મહિલા આવાસી છે. જેમાં 96 સીજોફ્રેનિયાની શિકાર છે. તેમાંથી 229 સંપૂર્ણ સ્વસ્થ છે પરંતુ હવે પરિવાર તેને સ્વીકારવા તૈયાર નથી.

દવા કરતા વધુ પરિજનની જરૂર

મોટાભાગની મહિલાની બીમારીનું કારણ આર્થિક તંગી અને પારિવારિક તણાવ, વિવાદ છે. મનોરોગ નિષ્ણાત પ્રદીપ ડાગુર જણાવે છે કે, તણાવ અને અભિવ્યક્તિના અભાવમાં કેટલીક વખત આવી માનસિક સ્થિતિ બની જાય છે. જો કે આવી બીમારીમાં સાજા થયા બાદ પણ દવા લેતી રહેવી જોઇએ.જેથી ફરી તે તકલીફનો સામનો ન કરવો પડે. આ દર્દીઓને દવાની સાથે પરિવારનો પ્રેમ અને હુંફની પણ ખાસ જરૂર હોય છે.

કોઈ મેન ગેટની સુરક્ષા તો અન્ય કામ સંભાળે છે

‘અપના ઘર’ આશ્રમમાં જ્યારે આ મહિલાઓ આવી હતી તો માનસિક રીતે બીમાર હતી. તે પોતાના અને પારકા કોઈને પણ ન હતી ઓળખી શકતી. જો કે આશ્રમમાં સારવાર મેળવ્યા બાદ હવે 229 મહિલાઓ સંપૂર્ણ સ્વસ્થ છે. સ્વસ્થ થયા બાદ આ મહિલાઓ આશ્રમની જવાબદારીઓ પણ સંભાળે છે. અહીં રહેતી 1454 મહિલાઓની સુરક્ષા, ભોજન, દવા અન્ય જરૂરી કામમાં મદદ કરે છે. કેટલીક મહિલાઓ તો 8-8 કલાકની ડ્યૂટી પણ કરે છે. જેમકે કુસુમ જૈન મેઇન ગેટની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. સુનીતા ભોજન બનાવે છે. કામીની સેનેટરી પેડ, સંતોષ અને સંગીતા ભોજન અને અન્ય આશ્રમની વ્યવસ્થા સંભાળે છે.