અમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશન એ એક નોન-પ્રોફિટ સંસ્થા છે જે સમાજના જરૂરિયાતમંદ સભ્યોને મદદ કરવા માટે વિવિધ પહેલો પર કામ કરે છે. આ સંસ્થા શિક્ષણ, આરોગ્ય, અને આકસ્મિક રાહત જેવી વિસ્તૃત પહેલો દ્વારા વધુ સમાન અને સહાનુભૂતિભર્યા સમાજનો નિર્માણ કરવાનો પ્રયત્ન કરે છે. સોમવાર, 10 ડિસેમ્બર, 2024 ના રોજ, ફાઉન્ડેશને અમદાવાદના થલતેજ વિસ્તારમાં બાળકોને સ્વેટરનું સફળતાપૂર્વક વિતરણ કર્યું. શિયાળાની સીઝન શરૂ થતા જ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ હુંફ અંતર્ગત અમદાવાદ શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ કપડાનું વિતરણ કરવાનું ઉમદા કાર્ય હાથ ધર્યું છે.સંસ્થાના ફાઉન્ડર નિરવ શાહના જણાવ્યા મુજબ “શિયાળો એવા લોકો માટે ખૂબ જ કઠિન હોય છે જેમની પાસે ગરમ વસ્ત્રોનો અભાવ હોય છે આ ઠંડીથી કોઈ જરૂરિયાત મંદ પરિવાર ઠુંઠવાય નહીં તે જવાબદારી આપણા સૌની છે.” તાજેતરમાં અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક વસાહત પાસે ફાઉન્ડેશન દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.સ્વેટર વિતરણના આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના વોલેન્ટિયર તથા પ્રયાસ- એક કોશિશના ટ્રસ્ટી શ્રી પ્રાચીબેન અને તેમના સાથીદારો, તથા બાળકોના પ્રણેતા શ્રી મહેશભાઈ પણ હાજર રહ્યા હતા.પ્રોજેક્ટ હુંફ અંતર્ગત આ સંસ્થા સમાજ પાસેથી વણવપરાયેલા ગરમ કપડાં એકત્ર કરી શહેરની આજુબાજુના વિસ્તારમાં વિતરણ પણ કરવા જઈ રહી છે.