
ગુજરાતનું વર્ષ 2025-26નું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર બજેટ રજૂ કરી રહ્યા છે.અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ₹231 કરોડ.મહિલાઓની આત્મનિર્ભરતા માટે નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત.મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹૧ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી.રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૪૦૦ કરોડથી વધુની જોગવાઇ.ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹૨૧૭૫ કરોડની ફાળવણી.ઇન્ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹180 કરોડની વિશેષ જોગવાઇ કરું છું.યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ૧૮ કરોડ ૬૩ લાખ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં ૩૧% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹૬૫૦૫ કરોડ સૂચવું છું.કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹25 લાખ તથા સબસીડી રકમ વધારી ₹3 લાખ 75 હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં 100% નો વધારો કરીને ₹480 કરોડની જોગવાઇ. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.
નવા ઘર ખરીદવા પર સબસિડીમાં વધારો કરાયો :
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો છે.