
ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત અને પાકિસ્તાને સરહદ પર લશ્કરની ઉપસ્થિતિ ઘટાડવા અંગે વાટાઘાટ કરતાં તથા અમેરિકા અને ચીન વચ્ચે આર્થિક સહકારના સંકેતો આપવામાં આવતા રોકાણકારના સેન્ટીમેન્ટમાં નજીવા પ્રમાણમાં સુધારો થયો છે. સરહદી મોરચે તથા વૈશ્વિક વ્યાપાર સંબંધ એમ બન્ને સ્થિતિમાં કેવા પરિવર્તન આવશે તે બાબતને ધ્યાનમાં રાખી બજારમાં એકંદરે સાવચેતીભર્યો માહોલ છે.બજારમાં આ પ્રકારની સ્થિતિ વચ્ચે નાના રોકાણકારો બેલેન્સ ગ્રોથ તથા ડાઈવર્સિફિકેશનના યોગ્ય સંતુલન મારફતે યોગ્ય નીતિઓથી લાભ મેળવી શકે છે. ફ્લેક્સિ કેપ ફંડ્સ એક મજબૂત વિકલ્પ ધરાવે છે, કારણ કે તે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ લાર્જ-,મિડ-, અને સ્મોલ-કેપ કંપનીઓમાં કોઈ જ નિર્ધારિત મર્યાદા વગર રોકાણ કરી શકાય છે. આ સાનુકૂળતા ફંડ મેનેજર્સને બજારની સ્થિતિ, આર્થિક વલણો, તથા સેક્ટર સંબંધિત તકોને આધારે એલોકેશન એટલે કે ફંડને લગતી ફાળવણીને એડજસ્ટ કરવાની પરવાનગી આપે છે.”સાવચેતીભર્યા વલણ વચ્ચે આશાવાદી માહોલ તથા બદલાઈ રહેલા વૈશ્વિક ઘટનાક્રમોની સ્થિતિ વચ્ચે ફ્લેક્સિકેપ ફંડ્સ તેમની બિલ્ટ-ઈન એડેપ્ટેબિલિટી માટે ચોક્કસ સ્થિતિ ધરાવે છે.બજાર મૂડીકરણને લઈ મૂલ્યાંકનની વિવિધ સુવિધા તથા ભૂ-રાજકિય તથા આર્થિક વિકાસ અંગે મર્યાદિત સ્પષ્ટતા સાથે લાર્જ- મિજ-, અને સ્મોલકેપ શેરોમાં ફેરફાર કરવાની સાનુકૂળતા ખૂબ જ મહત્ની બની જાય છે,” તેમ ટાટા એસેટ મેનેજમેન્ટ ખાતેના ઈક્વિટી બાબતોના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી રાહુલ સિંઘે જણાવ્યું હતું.ફ્લેક્સિકેપ ફંડ એ મની મેનેજર્સને સ્થિરતા પ્રદાન કરવા અનિશ્ચિતતાના સમયમાં લાર્જ કેપમાં ફંડને શિફ્ટ કરવાની સાનુકૂળતા આપે છે અને જ્યારે ઊંચા વળતરની સંભાવનાને લઈ જોખમનું પ્રમાણ વધારે હોય છે ત્યારે મિડ-કેપ તથા સ્મોલ-કેપમાં ફંડને ખસેડવાની સુવિધા આપે છે. એસેટને રિલોકેટ કરવા તે બિલ્ડ-ઈન ફ્લેક્સિબિલિટી, પોર્ટફોલિયોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવામાં મદદ કરે છે, પછી ભલે માર્કેટનું ચોક્કસ સેગમેન્ટ એકંદરે નબળું પર્ફોમન્સ કરે.“રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આ ડાયનામિક એપ્રોચ બજાર પરિસ્થિતિમાં ફેરફારનો સામનો કરવાની ક્ષમતા તથા વૈવિધ્યસભરતા બન્ને આ ગતિશીલ અભિગમની ઓફર કરે છે,” તેમ સિંઘે વધુમાં જણાવ્યું છે.એસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતીમાં ફ્લેક્સિ કેપ ફંડ્સની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો હોવાના સંકેત મળે છે, આ માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2025માં વાર્ષિક ધોરણે આ કેટેગરીમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ત્રણ ગણો વધ્યો છે. નાણાકીય વર્ષ 2024માં રૂપિયા 15,502 કરોડથી વધીને રૂપિયા 49,580 કરોડ થયો છે. ટાટા ફ્લેક્સિ કેપ ફંડએ પણ નોંધપાત્ર પ્રમાણમાં રોકાણ પ્રવાહમાં વૃદ્ધિ નોંધાવી છે. અમદાવાદમાંથી કરવામાં આવેલ રોકાણ વાર્ષિક ધોરણે 33 ટકા વધીને નાણાકીય વર્ષ 2025માં રૂપિયા 13.38 કરોડ થયેલ છે. (સ્રોતઃટાટા એમએફ ઈન્ટર્નલ ડેટા) ફ્લેક્સિ કેપ ફંડ્સ લાર્જ-કેપ સ્ટેબિલિટી અને મિડ-કેપ ગ્રોથ પોટેન્શિયલના સંતુલિત મિશ્રણની ઓફર કરે છે. તેમના બિલ્ટ-ઈન ફ્લેક્સિબિલિટી નાના રોકાણકારો માટે એક સ્માર્ટ પસંદગી પૂરી પાડે છે, જે બજારમાં ભારે વધઘટની સ્થિતિમાં સિંગલ, એડેપ્ટેબલ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશનની સ્માર્ટ પસંદગી બનાવે છે.