૨૦૨૨ સુધી પ કરોડથી વધુ વર્કરોની જરૂર પડશે

0
16

અમદાવાદ, તા.૩૦
દેશના ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ગ્રોથ રેટમાં એમએસએમઇ(માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) ઉદ્યોગોનો બહુ મોટો સિંહફાળો હોઇ હવે એમએસએમઇ સેકટરને પણ ડિજિટલાઇઝેશન, વેલ્યુ નેટવર્ક અને થ્રી ડી એક્સપીરીયન્સ અને હાઇટેક ટેકનોલોજીથી સજ્જ બનાવી એક નવી જ ક્રાંતિ સર્જવા માટે ડેસોલ્ટ સીસ્ટમીઝે અનોખી ઝુંબેશ હાથ ધરી છે. આ માટે ડેસોલ્ટે થ્રી ડી એક્પીરીયન્સ ઓન વ્હીલ્સનું અનોખુ કેમ્પેઇન શરૂ કર્યું છે, જે આગામી ૪૦ દિવસ સુધી ગુજરાતમાં પણ ચાલશે અને ગુજરાતભરના એમએસએમઇ સેકટરના લોકો સાથે સંપર્ક કરી તેઓને થ્રી ડી એકસપીરીયન્સ અને હાઇટેક ટેકનોલોજીથી વાકેફ કરી, તેને અમલી બનાવી પ્રોડકટ વિકાસમાં તેમની આરએન્ડડીને મજબૂત બનાવવા અને વૈશ્વિક માંગણીઓને પહોંચી વળવા તેઓને સજ્જ બનાવાશે. ભારતનું એમએસએમઇ સેકટર વિશ્વનું સૌથી મોટુ અને વિશાળ સેકટર છે, જેમાં આગામી ૨૦૨૨ સુધીમાં ૫૦ મિલિયન્સથી વધુના સ્કીલ્ડ વર્કફોર્સની જરૂર પડશે એમ અત્રે ડેસોલ્ટ સીસ્ટમીઝના વેલ્યુ સોલ્યુશન્સના સિનિયર ડાયરેકટર અરૂણ રાવે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એમએસએમઇ સેકટર રોજગારી પેદા કરતું બીજા નંબરનું સેકટર બનીને ઉભર્યું છે. દેશના કુલ જીડીપીમાં એમએસએમઇનું યોગદાન આઠ ટકાનું છે, જયારે દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં ૯૫ ટકા ફાળો એમએસએમઇ સેકટરનો છે. દેશમાં કુલ નિકાસમાં પણ એમએસએમઇનો ફાળો ૪૦ ટકાનો છે, તે જાતાં એમએસએમઇ સેકટર દેશના ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને જીડીપી ગ્રોથ રેટની દ્રષ્ટિએ બહુ મહત્વનો છે. તેને ધ્યાનમાં રાખીને જ ગુજરાત સહિત દેશના એમએસએમઇ સેકટરને હવે ડિજિટલાઇઝેશન, વેલ્યુ નેટવર્ક અને થ્રી ડી એક્સપીરીયન્સ અને હાઇટેક ટેકનોલોજીથી સજ્જ બનાવવા ડેસોલ્ટ સીસ્ટમીઝ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી થ્રી ડી એક્પીરીયન્સ ઓન વ્હીલ્સનું અનોખુ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ આગામી ૪૦ દિવસ સુધી ગુજરાતમાં ચાલશે અને ઇન્ડ્‌સ્ટ્રીયલ એરિયા ધરાવતા મોટાભાગના શહેરો અને ત્યાંના એમએસએમઇ સેકટરના લોકોને સાંકળી લઇ, તેઓને સંપર્ક કરી તેઓને આ નવા અને વૈશ્વિક પ્રવાહમાં જાતરી લેવાશે. ડેસોલ્ટ સીસ્ટમીઝના વેલ્યુ સોલ્યુશન્સના સિનિયર ડાયરેકટર અરૂણ રાવે ઉમેર્યું કે, આ કેમ્પેઇન વાહન એરોસ્પેસ, ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં પુરવઠાકારોને ઓરિજિનલ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરર્સ(ઓઇએમ) આવશ્યકતાઓ અને ભાવિ ઉદ્યોગના ધોરણોને પહોંચી વળીને પ્રોડક્ટ એન્જીનીયરીંગ અને મેન્યુફેકચરીંગ ઇકોસીસ્ટમનો સ્તર વધારવા માટે અભિમુખ બનાવે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.