ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. હાલ તૂટી પડેલી ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી દરમિયાન 13 લોકોને કાટમાળમાંથી નિકાળી રેસ્કયુ કરવામાં આવ્યા છે. સીએમ યોગીએ પણ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા છે.પ્રાપ્ત જાણકારી અનુસાર શહીદ પથની પાસે ટ્રાન્સપોર્ટ નગરમ શનિવારે અચાનક જ એક ઈમારત ધરાશાયી થઈ હતી. ઈમારતની આસપાસ ઘણા સમયથી પાણી ભરાયેલું છે એના કારણે પાયા નબળા થઈ ગયા હોઈ શકે. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી ઈમારતની હાલત ખરાબ હતી પણ ધ્યાન આપવામાં આવતું નહોતું. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાહત અને બચાવ કાર્ય માટે SDRF અને NDRFની ટીમોને પણ તાબડતોબ સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. CM યોગીએ પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ જવાનોને ત્યાં ઘટનાસ્થળે હાજર રહેવાના આદેશ આપ્યા હતા.
VIDEO | Uttar Pradesh: A building collapsed in Transport Nagar area of Lucknow earlier today. More details awaited.
— Press Trust of India (@PTI_News) September 7, 2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)
(Source: Third Party) pic.twitter.com/cJhB3hWVTV