જીવનના પડકારો વચ્ચે અમુક વાર્તાઓ મર્યાદાઓને ભીતરની શક્તિની અર્થપૂર્ણ અભિવ્યક્તિમાં ફેરવી માઠી સ્થિતિમાંથી બહાર આવવાની ક્ષમતા આલેખિત કરે છે. એમેઝોન વૈવિધ્યપૂર્ણ પરિપ્રેક્ષ્યો અને અનુભવોની શક્તિમાં માને છે. કંપનીની સમાવેશકતા પ્રત્યે કટિબદ્ધતા કોમ્પ્લાયન્સ ઓપરેશન્સમાં સિનિયર એસોસિયેટ વૈભવ વડિલે જેવા કર્મચારીઓના યોગદાન થકી દેખાય છે. તેમનો પ્રવાસ અનુકૂલનતા અને સ્થિતિસ્થાપકતાનું મહત્ત્વ દર્શાવે છે. અંગત સંજોગોને લીધે કારકિર્દીમાં બદલાવ પછી તેમણે શિક્ષણ મેળવ્યું અને પહોંચક્ષમતા તથા અબોધ પૂર્વગ્રહ સંબંધી પડકારોનો સામનો કરીને અને તેમાંથી બહાર આવીને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અનુભવ પ્રાપ્ત કર્યો.તેઓ સક્રિય રીતે એમેઝોનને વધુ સમાવેશક કાર્યસ્થળ બનાવવા માટે ભાગ લે છે. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો વૈભવ કહે છે, “એમેઝોનમાં મારા પ્રવાસે મને કંપનીમાં હાયરિંગ પ્રક્રિયા અને કાર્ય વાતાવરણ વિકલાંગતા સાથેની વ્યક્તિઓ (પીડબ્લ્યુડી) માટે વધુ સમાવેશક બનાવવા ટેલેન્ટ એક્વિઝિશન ટીમ અને વિવિધ વેપારી આગેવાનો સાથે નિકટતાથી કામ કરવાની તક મળી. સમાવેશકતા તકો આપવાથી પાર જાય છે. તેમાં જરૂરી મુકામ અને આધારની ખાતરી રાખવાનું પણ સંકળાયેલું છે. અલગ અલગ ટીમો અને આગેવાનો સાથે સહયોગમાં અમે વિકલાંગતા સાથેના કર્મચારીઓની ભરતી, જોડાણ અને એકંદર સુખાકારી સંબંધી પ્રયાસોમાં માર્ગદર્શન કરીએ છીએ, જેથી તેમની જરૂરતોને પહોંચી વળી શકાય અને અમારા વ્યાપક સંસ્થાકીય વ્યવહારોમાં તેને જોડી શકાય.” મૂળ મહારાષ્ટ્રના નાશિકના રહેવાસી વૈભવ એ સમયે પાઈલટ તરીકે ગગન આંબવાનાં સપનાં જોતા હતા. જોકે એચએસસી (હાયર સેકંડરી સર્ટિફિકેટ) પૂર્ણ કર્યા પછી તેઓ ઉડાણની પોતાની લગની પૂરી કરવા ન્યૂ ઝીલેન્ડ ગયા. 2007માં તેઓ એરલાઈન કંપનીમાં જોડાયા, જે સાથે તેમની કારકિર્દીનો નોંધપાત્ર આરંભ થયો. જોકે એક કાર દુર્ઘટનામાં 90 ટકા વિકલાંગતા આવતાં તેમનું જીવન બદલાઈ ગયું. આ મોટા આંચકા પછી વૈભવની મજબૂત કટિબદ્ધતા અને પરિવાર તથા મિત્રોના આધારથી તેમણે પડકારો ઝીલીને અને નવી દિશા શોધીને પોતાનું જીવન ફરીથી નિર્માણ કર્યું. વ્હીલચેરમાં જીવન અપનાવવા સાથે વૈભવનું પરિપ્રેક્ષ્ય બદલાયું અને તેમણે બેચલર ઓફ આર્ટસ ડિગ્રી કરવાનું મન બનાવી લીધું. તેમણે બહુરાષ્ટ્રીય કંપનીમાં પ્રવેશ સ્તરીય ભૂમિકામાં કારકિર્દી શરૂ કરી અને આગળ વધવા માટે કામ શરૂ કર્યું. કંપનીમાં ફરજ દરમિયાન તેમની સામે એક સૌથી મોટો પડકાર પહોંચક્ષમતા હતી. વૈભવ અનુસાર, “પહોંચક્ષમતા (એક્સેસિબિલિટી) એવો પડકાર છે જેની સાથે તમે સી લડી નહીં શકે. તમારે તે અપનાવવા રીત શોધવી પડે છે.’’ તેમનો અભિગમ આધાર મેળવવો તે ચાવી છે એ સમજીને જરૂર હોય ત્યારે મદદ માટે પૂછવાનો હતો. આરંભમાં તેઓ અભાનતાથી પૂર્વગ્રહનો સામનો કરતા હતા, પરંતુ પોતાની ઉપરીઓ સાથે પોતાની સમસ્યા વિશે મુક્ત રીતે ચર્ચા કરી, જેને કારણે વધુ સમજદારી અને સમાવેશક વાતાવરણ નિર્માણ કરવામાં મદદ થઈ.2021માં વૈભવ સિનિયર પ્રોડક્ટ કોમ્પ્લાયન્સ એસોસિયેટ તરીકે એમેઝોનમાં જોડાયા અને તે પછી ડિક્રી પોલિસીઓ લખીને કોમ્પ્લાયન્સ ઓપરેશન્સમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને નિયામક ધોરણોનું પાલન કરવાની ખાતરી રાખે છે. આ ભૂમિકામાં તેઓ આગેવાનોને ટેકો આપવા ધોરણો નિર્માણ કરવા અને સંપાદન કરવા અને સમસ્યાઓ ઓળખીને અને કાર્યક્ષમતા બહેતર બનાવતા સમાધાનનો અમલ કરીને એમેઝોનની કામગીરીઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.