બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના લાર્ભાથે કાર્યકમ યોજાયો.મહાશયશ્રી લાયન્સ ક્લબ વિઝડમ, લાયન્સ ક્લબ વાસણા, પરિવર્તન ફાઉન્ડેશન, હ્યુમનીટી ચેરીટેબલ ટ્રસ્ટ,આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧-ડિસેમ્બર “વિશ્વ એઈડ્સ દિવસ” નાં અનુસંધાને તેનાં પૂર્વ દિવસે (૩૦-નવેમ્બર, શનિવારે) ભીડભંજન હનુમાન મંદિર હોલ ખાતે HIV પ્રભાવિત ગર્ભવતી બહેનોની ગોદભરાઈ કરવામાં આવી હતી. આ બહેનો ગર્ભાવસ્થા દરમ્યાન લોહીની તપાસમાં પ્રથમ વાર HIV પ્રભાવિત જાહેર કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ : આ બહેનોને માનસિક સાંત્વના પાઠવીને આવનાર બાળક HIV પ્રભાવિત ના થાય – તે છે, જેનાં માટે કાર્યક્રમમાં સચોટ પરામર્શ અને જરૂરી દવાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ. 3232 બી2નાં ડીસ. ચેયરપર્સન ડૉ. અંબરીષ ત્રિપાઠી એ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૦૭ થી અમો પ્રતિવર્ષ આ રીતે “ગોદભરાઈ કાર્યક્રમ”કરતા રહ્યા છીએ, જેનાં પરિણામે દરેક બાળક તંદુરસ્ત જન્મ્યા છે, જે બાબત આપણાં સૌનાં માટે ખુબ જ મોટી ઉપલબ્ધિ છે.”આ માનવીય અભિગમ અંતર્ગત યોજેલ કાર્યક્રમમાં પૂર્વ DySp તરૂણ બારોટ, લાયન્સ ઇન્ટરનેશનલના ડી.સી. મહાદેવન પિલ્લાઈ, નીતા પટેલ, હરભજન કૌર, શિલા સાવંત, ભરત પટેલ, મુકેશ પરમાર, સામાજીક કાર્યકર શેરૂભાઈ ખાદીવાલા, સિંગર – એક્ટર દિલીપકુમાર પરમાર સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં દાતાશ્રીઓનાં અનુદાન દ્વારા બહેનોને અનાજની કીટ, સાડીઓ, ધાબળા, વાસણ અને અન્ય વસ્તુઓ પણ ભેટરૂપે આપી હતી.