ગાંધીધામ: અંજારનાં વરસાણા નજીક ખાનગી કંપની સામે હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓ ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. તો બીજી બાજુ ફતેહગઢ નજીક ભોજનારી ડેમ પાસે ગોળાઈ પર બે બાઈક સામ સામે ભટકાતા એક ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.મૂળ નેપાળનાં હાલે આદિપીરમાં રહેતા ગણેશબહાદુર પદમબહાદુર શાહીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઇવે પર વરસાણાની સીમમાં આવેલી સુમીલોન કંપની સામે ફરિયાદીનો કાકાનો પુત્ર ક્રિષ્ના શાહી પગે ચાલીને રોડ ક્રોસ કરતો હતો. દરમિયાન સ્કોપઓ કાર નં જીજે ૧૨ એફડી ૦૪૫૬નાં ચાલકે રોડ ક્રોસ કરતા ફરિયાદીનાં ભાઈને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીનાં ભાઈ ક્રિષ્નાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જેથી ફરિયાદીએ આરોપી કાર ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.તો બીજી બાજુ રાપર – ફતેહગઢ હાઇવે રોડ પર શાનગઢ થી ભોજનારી ડેમની ગોળાઈ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રાપરનાં ફતેહગઢ રહેતા ઈશ્વરભાઈ વાસણભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનો ૩૮ વર્ષીય નાનો ભાઈ સામતભાઈ પોતાની બાઈક નં જીજે ૧૨ ઈસી ૮૪૪૫થી આડેસર જતો હતો. દરમિયાન ભોજનાસી ડેમની ગોળાઈ પાસે સામેથી આવતી બાઈક નં જીજે ૧૨ ઈસી ૭૫૯૬ સાથે ભટકાઈ હતી.જેમાં સામતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે સામે બાઈક ચાલક પરેશભાઈ દેવરાજભાઇ વાવીયા (રહે. ફતેહગઢ રાપર)ને ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીએ ફૂલ સ્પીડમાં અને બેદરકારી પૂર્વક બાઈક ચલાવી અકસ્માત કરનાર આરોપી પરેશભાઈ વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અંજારનાં વરસાણા નજીક હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓએ હડફેટે લેતા મોત
Date: