કોલકાતા ડોક્ટર બળાત્કાર કેસથી દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે વિવિધ સવાલો ઊભા થયા છે. ત્યારે અત્યંત કડક કાયદા અને ગુનેગારો તરફ આકરૂ વલણ રાખતાં મધ્ય-પૂર્વના દેશો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ટોપ-10 સ્થાન ધરાવે છે. વિશ્વના ટોચના 50 સુરક્ષિત શહેરોમાં ભારતના એક પણ શહેરનું નામ નથી.
વિશ્વના સુરક્ષિત શહેરોમાં અબુ ધાબી સતત આઠમી વખત અગ્રણી રહ્યું છે. મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા (MENA) પ્રદેશમાં અબુ ધાબી સૌથી સુરક્ષિત અને રહેવા લાયક શહેર છે. નુમ્બેઓના ગ્લોબલ રેન્કિંગ્સ તાજેતરમાં જારી કરાયેલા 2024 માટે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) અને નુમ્બિઓના ગ્લોબલ રેન્કિંગમાં આ દાવો કરવામાં આવ્યો છે.યુએઈની રાજધાની અબુ ધાબી સતત આઠમા વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી ધરાવતું શહેર બન્યું છે. નુમ્બેઓના સેફેસ્ટ ઈન્ડેક્સમાં આ શહેરે 88.2 પોઈન્ટ હાંસલ કર્યા છે. જે તેના રહેવાસીઓની સુખાકારીની ખાતરી કરતાં તેના અથાગ પ્રયાસોને પ્રતિબિંબ કરે છે. શહેરનો ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 11.8 છે. જે સૌથી ઓછા ગુના થતા હોવાનું સુનિશ્ચિત કરે છે.