ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી કોર્પોરેટ એક્સીલન્સ અંગેની ગ્લોબલ ઓથોરિટી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ તરફથી છઠ્ઠી વખત ગોલ્ડન પીકોક એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ વિજેતા બનવા બદલ ગર્વ અનુભવે છે. તે ટકાઉ પ્રથાઓ પ્રત્યે તેના વ્યાપક અને સુદ્રઢ પાલન સાથે કંપની દ્વારા નિર્ધારિત માપદંડોને દર્શાવે છે.
અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી અજય કપૂરે જણાવ્યું હતું કે, “આ માન્યતા ટકાઉપણા પ્રત્યે અમારી સતત પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા દરેક પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ (ઈએસજી) પિલર્સ પ્રત્યે એક મજબૂત ગવર્નન્સ માળખું અપનાવીને, અમે અમારા લોકોમાં અને અમારી સમગ્ર સંસ્થામાં ટકાઉપણાની સંસ્કૃતિને વણી લેવામાં સફળ રહ્યા છીએ. આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે અમારું પ્રદર્શન અનુપાલન કરતાં વધે છે અને નવા માપદંડો સુનિશ્ચિત કરે છે.”
એસીસીને એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ પ્રત્યે તેની મજબૂત ગવર્નન્સ સિસ્ટમ, તેના પ્લાન્ટ્સ માટે ISO 14001 (ઈએમએસ) સર્ટિફિકેશન અપનાવવા, નિયમિત ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ, મજબૂત એન્વાયર્મેન્ટ કમ્પ્લાયન્સ સિસ્ટમ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવીન ટેક્નોલોજીના ઉપયોગ માટે આ ગોલ્ડન પીકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
એસીસી નેટ ઝીરો 2050 પ્લેજ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ સિમેન્ટ કંપની હોવાને કારણે ક્લાઈમેટ ચેન્જ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે અને તેના ટૂંકા ગાળાના (2030) ધ્યેયો સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ્સ ઇનિશિયેટિવ્સ (SBTi) દ્વારા માન્ય છે.