Sunday, May 11, 2025
HomeIndiaએક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત કર્યું, કેટેગરીની વ્યાખ્યા...

એક્સેલે ભારત માટે નવું 650 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત કર્યું, કેટેગરીની વ્યાખ્યા કરતા સ્ટાર્ટઅપ્સની નવી પેઢીને વેગ આપશે

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img
એક્સેલે

અગ્રણી ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે આજે જાહેર કર્યું હતું કે તેણે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં બોલ્ડ ફાઉન્ડર્સને ટેકો આપવા માટે સમર્પિત 650 મિલિયન ડોલરનું અર્લી-સ્ટેજ ફંડ એકત્રિત કર્યું છે. ભારત અને એસઈએમાં તેનું આઠમું અને એક્સેલનું આ લેટેસ્ટ ફંડ અર્થપૂર્ણ પ્રભાવ ઊભો કરે તેવા ડિસ્રપ્ટિવ, કેટેગરીને વ્યાખ્યાયિત કરનારા બિઝનેસીસ ઊભા કરવા માટે પ્રારંભિક તબક્કાના સ્થાપકો સાથે ભાગીદારી કરવાની તેની પ્રતિબદ્ધતા પર નિર્મિત છે. એક્સેલ પોતાના ક્ષેત્રે આગળ વધવા માટે સ્થાપકોને મેન્ટરશિપ, નેટવર્ક્સ અને સપોર્ટ પૂરો પાડવા માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ અને 40 કરતા વધુ વર્ષોના અનુભવનો લાભ લે છે.આ ફંડ સાથે એક્સેલ એઆઈ, કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ, ફિનટેક અને મેન્યુફેક્ચરિંગમાં સ્થાપકો સાથે ભાગીદારી કરવાનું ચાલુ રાખશે. કંપનીએ નીચે મુજબની થીમમાં ફોક્સ ધરાવતી સબ-કેટેગરીઝ નક્કી કરી છેઃઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સઃ એન્ટરપ્રાઇઝ એઆઈ (એગ્નેટિક ટેક્નોલોજીસ, એલએલએમ અને એસએલએમનો ઉપયોગ કરી એન્ટરપ્રાઇઝ એઆઈ યુઝ કેસીસને સક્ષમ કરતા પ્લેટફોર્મ્સ), સર્વિસીઝ એઝ સોફ્ટવેર (વધુ સારી ઓટોમેશન ઓફરિંગ્સ પૂરી પાડવા માટે ભારતની વિશાળા આઈટી સર્વિસ ક્ષમતાઓનો લાભ લેતા એઆઈ સ્ટાર્ટઅપ્સ), વર્ટિકલ એઆઈ (વર્ટિકલ સ્પેસિફિક યુઝ કેસીસમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરવા માટે ભારતની વિશાળ એઆઈ પ્રતિભાઓનો લાભ લેતા સ્ટાર્ટઅપ્સ).કન્ઝ્યુમરઃ ભારત (ભારતના ટિયર-2 ઉપરાંતના પ્રદેશોમાં ટોચના 30 ટકા ઘરોને સેવાઓ પૂરી પાડતા સ્ટાર્ટઅપ્સ), ઈન્ડિયા નેટિવ (વધુ સારી સર્વિસ માટ ભારતીય ગ્રાહકોની વધતી માંગને સંતોષતા સ્ટાર્ટઅપ્સ) અને એસ્પિરેશનલ બ્રાન્ડ્સ (ભારતની કન્ઝમ્પશન-ફર્સટ જેન ઝી વસ્તીના વધતા વિવેકાધીન ખર્ચનો લાભ લેવાનું લક્ષ્ય રાખતા સ્ટાર્ટઅપ્સ).ફિનટેકઃ વેલ્થ મેનેજમેન્ટ (ડિજિટલ ચેનલ્સ થકી પર્સનલાઇઝ્ડ વેલ્થ એડવાઇઝરી સર્વિસીઝ ઇચ્છતા સક્ષમત ગ્રાહકોને સેવાઓ આપતા સ્ટાર્ટઅપ્સ), ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (બેંકો અને ફિનટેકને સાથે લાવીને ગ્રાહકો તથા વ્યવસાયો માટે શ્રેષ્ઠ ડિજિટલ અનુભવો સક્ષમ કરતા સ્ટાર્ટઅપ્સ) અને ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન (ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઇને ફાઇનાન્શિયલ પ્રોડક્ટસના વિતરણને વેગ આપતા સ્ટાર્ટઅપ્સ).મેન્યુફેક્ચરિંગઃ ઈન્ડિયા ટુ ગ્લોબલ (ડાયવર્સિફાઇડ સપ્લાય ચેઇન માટેની વૈશ્વિક માંગને સંતોષતા સ્ટાર્ટઅપ્સ), ઈન્ડિયા નેટિવ (ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન અને આઈપી કેન્દ્રિત, વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટાર્ટઅપ્સ) અને ઇન્ડસ્ટ્રી 5.0 (આગામી પેઢીની ડિજિટલ ટેક્નોલોજીઓ જે દરેક ફેક્ટરી ફ્લોરમાં પરિવર્તન લાવે છે જેનાથી વધુ કાર્યક્ષમ કામગીરી, ઉચ્ચ ગુણવત્તાવાળું આઉટપુટ અને ટકાઉપણું મળે છે).

મોટાભાગના મધ્યમ આર્થિક અંદાજો મુજબ ભારત એક સેક્યુલર લાંબા ગાળાની વૃદ્ધિની વાર્તા બને તેવી અપેક્ષા છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતનો માથાદીઠ જીડીપી 2024માં 2,700 ડોલરથી વધીને 2029 સુધીમાં 4,300 ડોલર થવાનો અંદાજ છે. ભારતની વપરાશની વાર્તા મજબૂત રહેવાની અપેક્ષા છે અને જાહેર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ટકાઉ લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ પૂરી પાડે તેવી સંભાવના છે.છેલ્લા 10 વર્ષોમાં ભારતના પબ્લિક માર્કેટ્સમાં 3 ગણો વધારો થયો છે ત્યારે વીસી સમર્થિત કંપનીઓ માર્કેટ કેપિટલાઇઝેશનના 5 ટકા કરતા પણ ઓછાનું પ્રતિનિધિત્વ કરે છે. પબ્લિક માર્કેટ્સે ટેક્નોલોજી આધારિત વ્યવસાયોને સ્વીકારવાનું શરૂ કર્યું છે જે તાજેતરના બે લિસ્ટિંગ બ્લેકબક અને સ્વિગી દ્વારા જોવા મળ્યું છે. એક્સેલ આ બંને કંપનીઓમાં સીડ ઇન્વેસ્ટર હતી.ભારત એક વળાંક પર ઊભો છે. આગામી દાયકામાં આપણે આપણા આર્થિક ઇતિહાસ કરતાં આપણા જીડીપીમાં વધુ ઉમેરો કરવા તૈયાર છીએ. ભારતીય સ્થાપકો માટે મોટાપાયે અસર ઊભી કરતા વ્યવસાયો બનાવવા અને સ્કેલ કરવાની તકો ખૂબ જ વિશાળ છે, એમ એક્સેલના પાર્ટનર પ્રયાંક સ્વરૂપે જણાવ્યું હતું. આ નવીનતમ ફંડ સાથે અમે એઆઈ, કન્ઝ્યુમર, ફિનટેક અને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ એવા ક્ષેત્રો છે જે ઉદ્યોગોને ફરીથી આકાર આપી રહ્યા છે અને ઝડપથી વિકસતા બજારની જરૂરિયાતોને સંબોધિત કરી રહ્યાં છે. સમગ્ર શહેરી અને ગ્રામીણ ભારતમાં ડિજિટલ અપનાવવાની પ્રક્રિયા ઝડપી બની રહી છે અને ફાઉન્ડર્સ વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા અને વૈશ્વિક સુસંગતતાના ઉકેલો બનાવવા માટે તૈયાર છે. અમારું માનવું છે કે કેટેગરી બનાવતી કંપનીઓની આગામી લહેર એવા લોકો પાસેથી આવશે જેઓ ગ્રાહકોની જરૂરિયાતોની ઊંડી સમજ સાથે નવીનતાને જોડી શકે છે.ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં 16 વર્ષથી વધુની કામગીરી સાથે એક્સેલે એવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે જેણે ઈ-કોમર્સ અને SaaSથી મેન્યુફેક્ચરિંગ સુધીના ઉદ્યોગોની પુનઃકલ્પના કરી છે. એક્સેલે Amagi, Acko, BlackBuck, BlueStone, BrowserStack, Cult.fit, Flipkart, Freshworks, Swiggy, Urban Company અને Zetwerk જેવા ક્ષેત્રોની કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક્સેલ તેની 80 ટકા પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રથમ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર છે.એક્સેલના પાર્ટનર શેખર કિરાણીના જણાવ્યા અનુસાર ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુને વધુ દેશની આર્થિક પ્રગતિ પાછળનું પ્રેરક બળ બની રહી છે, જેમાં વીસી-સમર્થિત કંપનીઓ પબ્લિક માર્કેટ કેપિટલાઇઝેશનમાં 50 બિલિયન ડોલરના આંકને વટાવી ગઈ છે. ભારતીય સ્થાપકોએ સ્થિતિસ્થાપક અને સ્થાયી વ્યવસાયો બનાવ્યા છે જેને પબ્લિક માર્કેટ્સ દ્વારા સ્વીકારવામાં આવ્યા છે. જેમ જેમ ભારતની જીડીપી અને પબ્લિક માર્કેટ કેપ વધે છે તેમ અમે બોલ્ડ અને સ્વપ્નદ્રષ્ટા સ્થાપકોની આગેવાની હેઠળના ડિસ્રપ્ટિવ બિઝનેસીસમાંથી મોટા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ. હંમેશની જેમ એક્સેલ આ અસાધારણ સાહસિકો માટે પ્રથમ ભાગીદાર બનવાનો પ્રયત્ન કરે છે.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here