આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડ (ABSLAMC)ની સ્થાપના 1994માં થઇ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ક. કંપનીના પ્રમોટરો અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે, જે ભારતીય ટ્રસ્ટ કાયદો, 1882 હેઠળ નોંધાયેલી છે. એસેટ મેનેજરે આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી ઇન્ડિયા ડીફેન્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે, જે ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ છે જે નિફ્ટી ઇન્ડિયા ડીફેન્સ ઇન્ડેક્સ પર નજર રાખે છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) 9 ઓગસ્ટ 2024થી 23 ઓગસ્ટ 2024 સુધી ખુલ્લી રહેશે.સ્વાવલંબન અને આધુનિકીકરણ પર સરકારે ભાર મુક્યો હોવાના કારણે ભારતનું સંરક્ષણ ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. રૂ. 6.22 લાખ કરોડના સંરક્ષણ બજેટ સાથે અને નાણાકીય વર્ષ 24-30થી મૂડી ખર્ચમાં 15% CAGRના અંદાજ સાથે, ભારત લશ્કરી ક્ષમતાઓ અને આર્થિક સ્થિતિસ્થાપકતા બંનેમાં વધારો કરી રહ્યું છે.
આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને આ ઉદ્યોગની ગતિમાં ભાગ લેવાની તક આપે છે. નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ પર નજર રાખતા, ફંડ દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં યોગદાન આપતી વિવિધ શ્રેણીની કંપનીઓને રોકાણ પૂરું પાડે છે. આમાં મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ, શિપબિલ્ડિંગ અને ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સમાં સામેલ ખેલાડીઓનો સમાવેશ થાય છે.નવા ફંડ લોન્ચ પર ટિપ્પણી કરતા આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એ.બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતુ કે,“સરકારે આંતરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંરક્ષણ ક્ષેત્રના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે, તેમજ વધી રહેલી વૈશ્વિક માંગ માટે આયાત અને ઉત્પાદન પરની નિર્ભરતામાં ઘટાડો કરે છે. દેશની સંરક્ષણ વ્યવસ્થાની કાઉન્ટર-ક્ષમતાઓમાં સ્થિતિસ્થાપકતા અને વિસ્તરણ પર ફોકસ છે. આ ક્ષેત્રમાં પ્રવેશ સામે તેની મૂડીની જરૂરિયાતવાળી પ્રકૃતિ અને પ્રોડક્ટ પ્રકારોના સતત વિકાસને કારણે ઊંચા અંતરાયોનો સમાવેશ થાય છે.ઓછા ખર્ચને જોતા બજારમાં વૃદ્ધિની નોંધપાત્ર તક છે અને આ ક્ષેત્રમાં રહેલી કંપનીઓ માંગમાં વધારો થશે ત્યારે ઊંચો બજાર હિસ્સો પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.”આ ફંડ ઇન્ડેક્સ આધારિત રોકાણ મારફતે લાંબા ગાળાના રોકાણકારોને વૈવિધ્યતા પ્રદાન કરે છે, તેમજ વધી રહેલી ઓર્ડર બુક સાથે અને સરકારની નીતિ દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્ર સાથે પોતાના પોર્ટફોલિયોને સજ્જ કરવા માગે છે તેમને આકર્ષે છે. નીતિમાં અસ્થિરતા બજેટ બાદ સ્થિર થવાની ધારણા છે, ત્યારે મજબૂત વેચાણ અને માર્જિન વૃદ્ધિ મૂલ્યાંકનોને આગળ ધપાવી રહ્યા છે, જેને એનાલિસ્ટોના સુધારેલા રેટિંગ્સનો ટેકો છે જે તેની આસપાસની સ્પર્ધાનું પ્રતિબિંબ પાડે છે. આગળ ધપી રહેલું સરકારનુ મૂડી વિસ્તરણ, સહાયક પ્રાપ્તિ નતિઓ અને જિયોપોલીટકલ પરિબળોને કારણે વધી રહેલી નિકાસ માંગ આ ક્ષેત્રના સંજોગોને ટેકો પૂરો પાડે છે.