સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SNAP) 2024ના માધ્યમથી ‘સિમ્બાયોસિસ MBA’ પ્રોગ્રામ્સ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ભારતમાં આ અત્યંત પ્રતિષ્ઠિત એન્ટ્રસ એક્ઝામ એ 5 ઓગસ્ટ 2024ના રોજ પોતાની રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન કરી દીધી છે.અરજદારોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા, એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને અન્ય આવશ્યક માહિતીની વ્યાપક વિગતો માટે સત્તાવાર SNAP વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ટેસ્ટ સિટી અને ટેસ્ટ તારીખની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.2024 માટે SNAP કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) ત્રણ અલગ-અલગ તારીખો 8 ડિસેમ્બર 2024 (રવિવાર), 15 ડિસેમ્બર 2024 (રવિવાર) અને 21 ડિસેમ્બર 2024 (શનિવાર) માટે નિર્ધારિત કરવામાં આવી છે. SNAP 2024 પરીક્ષાના પરિણામોની અત્યંત અપેક્ષિત જાહેરાત 8 જાન્યુઆરી, 2025 (બુધવાર)ના રોજ યોજાશે. આગામી કસોટી મહત્વાકાંક્ષી ઉમેદવારોને સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) અંતર્ગતની 17 સંસ્થાઓમાં એક જ અરજી ફોર્મ સાથે 27 કાર્યક્રમોમાં અરજી કરવાનો અવસર આપે છે.સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી)ના વાઇસ ચાન્સેલર ડો. રામકૃષ્ણન રમને કહ્યું કે, “સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાં અમે ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો કે જેઓ નવીન અને શ્રેષ્ઠ સમસ્યા ઉકેલનારા છે, તેમના વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ. SNAP એ એવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેનું ગેટવે છે, જ્યાં મેનેજમેન્ટમાં લાભદાયી કારકિર્દીની તક સાથે મહત્વપુર્ણ શિક્ષણ શક્ય છે. અમે મહત્વાકાંક્ષીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. વિદ્યાર્થીઓ આ તકનો લાભ ઉઠાવે અને અમારી સાથે તેમની શ્રેષ્ઠતાની સફર શરૂ કરે”આ એક્ઝામ ભારતભરના 80 શહેરોમાં લેવામાં આવશે અને ઉમેદવારો આ એક્ઝામને ત્રણ વખત આપી શકશે. “ત્રણમાંથી શ્રેષ્ઠ” અભિગમને અનુસરીને આ પ્રયાસોમાંથી સૌથી વધુ સ્કોર ગણવામાં આવશે. દરેક પ્રયાસ માટેની રજીસ્ટ્રેશન ફી રૂ. 2250 છે, જેમાં કાર્યક્રમ દીઠ રૂ.1000 ની વધારાની ફી લાગુ કરવામાં આવી છે.