કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને હોમિયોપેથી દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટાના ચાર રાઉન્ડ બાદ યુજી-પીજીમાં નીટ કટઓફમાં 16 પર્સેન્ટાઈલ ઘટાડી દેવામા આવ્યા છે. ત્યારે આયુર્વેદ-હોમિયોપેથીમાં પાંચમો વધારાનો રાઉન્ડ પહેલીવાર થઈ રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે પહેલીવાર આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદ કરાવવાની છુટ આપી છે. જેથી વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. પરંતુ બીજી બાજુ મેડિકલ-ડેન્ટલમાં ચાર રાઉન્ડ બાદ પાંચમો રાઉન્ડ છતાં પ્રવેશ રદની છુટ અપાઈ નથી. ઉલટાનું કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમ મુજબ હવે વધારાના સ્ટ્રે વેકેન્સી-પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે 3 લાખ રૂપિયા ડિપોઝિટ લેવાનું નક્કી કર્યુ છે.
મેડિકલ-ડેન્ટલમાં 64 બેઠકો ખાલી :
આયુર્વેદ-હોમિયોપેથીમાં ચાર રાઉન્ડ બાદ 143 અને મેડિકલ-ડેન્ટલમાં 64 બેઠકો ખાલી પડી છે. પ્રથમવાર એવુ બન્યુ છે કે ચારેય રાઉન્ડ બાદ આટલી બધી બેઠકો ખાલી પડી છે અને કુલ 928 વિદ્યાર્થીઓએ 10 હજાર કરીયાની સિક્યુરિટી વિનેઝિટ જતી કટઓફ પર્સેન્ટાઈલ બાદ ઓલ ઈન્ડિયા ક્વોટા અને સ્ટેટ ક્વોટામાં વધારાનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે. જ્યારે મેડિકલ-ડેન્ટલમાં પણ કેન્દ્ર સરકારની કમિટીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ મુજબ સ્ટેટ-ઓલ ઈન્ડિયા ક્વોટામાં વધારાનો પાંચમો રાઉન્ડ-સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ થઈ રહ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે વધારાના રાઉન્ડમાં પ્રવેશ માટે સિક્યુરિટી ડિપોઝિટ વધારી દીધી છે જે મુજબ ઓલ ઈન્ડિયા ક્વોટામાં જે બે લાખ ડિપોઝિટ હતી તેમાં 3 લાખનો વધારો કરીને 5 લાખ રૂપિયા ડિપોઝિટ કરાઈ છે અને સ્ટેટ ક્વોટામાં અત્યાર સુધી 10 હજાર રૂપિયા ડિપોઝિટ હતી જે વધારીને 3.10 લાખ કરાઈ છે. અગાઉ ચોથા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી કે અગાઉ ચારેય કોર્સમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેવા વિદ્યાર્થી જ આ પાંચમાં રાઉન્ડમાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીએ 25મી નવેમ્બર સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ડિપોઝિટ જમાં નથી, પરંતુ કેન્દ્રના આયુષ-હોમિયોપેથી વિભાગે આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ રદ કરાવવાની છૂટ આપી છે. 21મી સુધીમાં વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટર ખાતે જઈને પ્રવેશ કેન્સલ કરાવવાનો રહેશે. પરંતુ હવે ચારેય કોર્સના વધારાના એકેય રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે અને 10 હજારની સિક્યુરિટી ડિપોઝિટ પરત નહીં મળે.કેન્દ્રિય આયુષ-હોમિયોપેથી વિભાગે યુજી સાથે પીજી પ્રવેશ માટે પણ પ્રવેશ પરીક્ષાના કટઓફ પર્સેન્ટાઈલમાં 15 પર્સેન્ટાઈલ ઘટાડો કર્યો હતો. જેથી નવા લાયક થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવાયુ હતુ અને આ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર કરાયુ છે. જેમાં પીજી આયુર્વેદમાં 21 અને પીજી હોમિયોપેથીમાં 51 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે.