ચોમાસામાં વરસાદ પડતાં દેડકાં જોવા મળે કે ના મળે પણ સહેજ વરસાદમાં અમદાવાદના રોડમાં ખાડા તો અવશ્ય જોવા મળશે જ. અમદાવાદમાં હાલ સંભવત કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ના પડ્યા હોય કે રસ્તા ઉબડખાબડ બન્યા ના હોય. રસ્તા પરના ખાડાને લીધે કમરદર્દ ધરાવતાં દર્દીઓની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’ છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખુલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઑર્થોપેડિક પાસે લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકો કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર થયા છે. તેને લઈ ખાનગી હૉસ્પિટલથી માંડી સરકારી હૉસ્પિટલમાં ઑર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઑર્થોપેડીક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલના ઑર્થોપેડિક વિભાગમાં દરરોજ આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે.
બેક પેઇનની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો :
ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે. આ અંગે સિવિલ હૉસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું કે, ‘ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકાં નબળા હોય તેમને ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે.