ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ ગઇકાલે દિલ્હી અને કુઆલાલંપુર (મલેશિયા) વચ્ચે તેની રોજિંદી, નોન-સ્ટોપ ફ્લાઇટ્સની શરૂઆત કરી. એરબસ A320neo એરક્રાફ્ટ દ્વારા સંચાલિત આ નવી ફ્લાઇટ 15 સપ્ટેમ્બર 2024ના રોજ, કુઆલાલંપુરના સ્થાનિક સમય અનુસાર 2043 કલાકે કુઆલાલંપુરમાં લેન્ડ થઇ.કુઆલાલંપુર દક્ષિણપૂર્વ એશિયામાં એર ઈન્ડિયાનું છઠ્ઠું ગંતવ્ય છે, જે આ ક્ષેત્રમાં એર ઈન્ડિયાના વ્યવસાય અને ગ્લોબલ રૂટ નેટવર્કના સતત વિસ્તરણને વધુ મજબૂત બનાવે છે. એર ઈન્ડિયાની કુઆલાલંપુર માટેની આ સેવા, ભારત અને મલેશિયા વચ્ચે વધતા જતા પ્રવાસીઓને ફ્લાઈટ માટે નવો વિકલ્પ પ્રદાન કરે છે અને તે પાંચ ખંડોમાં ફેલાયેલા એર ઈન્ડિયાના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પહોંચવા માટે મલેશિયન પ્રવાસીઓ માટે નવા દ્વાર ખોલે છે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુન અગ્રવાલે કહ્યું: “અમારા દિલ્હી-કુઆલાલંપુર રૂટની શરૂઆત સાથે, અમે બે શહેરોને જોડવાની સાથે બે સમૃદ્ધ સંસ્કૃતિઓ વચ્ચે વધતા આદાન-પ્રદાનમાં યોગદાન, અને દ્વિપક્ષીય વેપાર અને પ્રવાસનને સમર્થન આપી રહ્યા છીએ. ભારત અને મલેશિયા તેમજ ઉત્તર અમેરિકા અને યુરોપથી આવેલા પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે આતુર છીએ. આ પ્રવાસીઓ હવે દિલ્હી એરપોર્ટ થઈને કુઆલાલંપુરથી દિલ્હી અને દિલ્હીથી કુઆલાલંપુર સુધી કનેક્ટ થવાના અનુકૂળ વિકલ્પો શોધી શકશે”એર ઈન્ડિયાની કુઆલાલંપુરની નવી ફ્લાઈટ્સ દિલ્હી થઈને ઉત્તર અમેરિકા અને યુરોપના પ્રવાસીઓ માટે સીમલેસ, સેમ-ટર્મિનલ, વન-સ્ટોપ કનેક્શનને સક્ષમ કરે છે.