ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઇન એર ઈન્ડિયાએ તેની વિસ્તરી રહેલી એર કાર્ગો કામગીરીમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે ટ્રાવેલ ઉદ્યોગમાં SaaS સોલ્યુશન્સમાં વિશ્વભરમાં અગ્રીમ સ્થાને રહેલા આઈબીએસ સોફ્ટવેર પર પસંદગી ઉતારી છે.
એર ઈન્ડિયાએ તેની વૃદ્ધિની યોજના અને એરલાઈનના હાલ ચાલી રહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે પ્રતિબદ્ધતાને સમર્થન આપવા માટે આઈબીએસ સોફ્ટવેરના iCargo સોલ્યુશનની પસંદગી કરી છે. આઈબીએસ સોફ્ટવેરનું ફુલ્લી ઇન્ટિગ્રેટેડ iCargo સોલ્યુશન એર ઈન્ડિયાને એન્ડ-ટુ-એન્ડ કાર્ગો મેનેજમેન્ટને ડિજિટાઈઝ કરવામાં સક્ષમ બનાવશે, જેનાથી એક જ ઇન્ટટિગ્રેટેડ પ્લેટફોર્મમાંથી વેચાણથી લઈને બિલિંગ સુધીની વિવિધ કાર્ગો કામગીરીનું સરળ રીતે ઇન્ટિગ્રેશન થઈ શકશે. આનાથી એર ઈન્ડિયા પ્રોસેસીસને સુવ્યવસ્થિત કરવા અને નિર્ણય લેવાની ક્ષમતા વધારવા માટે સશક્ત બનશે.
આ ભાગીદારી એવા સમયે થઈ છે જ્યારે એર ઈન્ડિયાએ પેસેન્જર સેવાઓ, ફ્લીટ અને કાર્ગો ઓપરેશન્સમાં તેના મુખ્ય વ્યવસાયોમાં નોંધપાત્ર ડિજિટલ પરિવર્તન શરૂ કર્યું છે.
એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે “એર ઈન્ડિયા ન કેવળ ઉડ્ડયન ક્ષેત્રે ગ્લોબલ લીડર તરીકેની તેની સ્થિતિની પુનઃપુષ્ટિ કરવા પરિવર્તનના માર્ગે છે, પરંતુ ભવિષ્યના વિકાસ માટે પાયો પણ સ્થાપિત કરવા માંગે છે. એર કાર્ગો એ ભવિષ્યના વિકાસ માટે અમારા રોડમેપના મુખ્ય ડ્રાઇવર્સ પૈકી એક છે અને ટેક્નોલોજી તેના મૂળમાં હશે.”
આઈબીએસ સોફ્ટવેરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોમિત ગોયલે આવો જ મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત એરલાઇન્સમાંની એક તરીકે એર ઇન્ડિયા સાથે ભાગીદારી એ આઈબીએસ સોફ્ટવેર માટે ગર્વની ક્ષણ છે. ભારતીય ઉડ્ડયન બજાર મોટાપાયે આગળ વધી રહ્યું છે અને અમે આ વૃદ્ધિને આગળ વધારવા માટે સમર્પિત કંપની સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. અમને ગર્વ છે કે એર કાર્ગો ઉદ્યોગ માટે અમારું માર્કેટ-અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ એર ઈન્ડિયાના કાર્ગો ઓફરિંગના મહત્વાકાંક્ષી પરિવર્તન લક્ષ્યોને સમર્થન આપશે અને તેને દ્રઢતાભેર મજબૂતી સુધી લઈ જશે.”
iCargoના પ્રથમ એન્ડ-ટુ-એન્ડ અમલીકરણ પ્રોજેક્ટની શરૂઆતના નવ મહિનાની અંદર ડિલિવરી માટે નિર્ધારિત છે, જેનાથી એર ઇન્ડિયાને તાત્કાલિક વ્યવસાયિક લાભો મળી શકે છે. ત્યાર પછીના તબક્કાઓમાં વધારાની મૂલ્યવર્ધિત ક્ષમતાઓ રજૂ કરાશે, જે એર ઈન્ડિયાની કાર્ગો ક્ષમતાઓને વધુ વધારશે કારણ કે તે 2030 સુધીમાં દર વર્ષે દસ મિલિયન ટન એર કાર્ગો હેન્ડલ કરવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે.