સંસદમાં આજે સંસદીય કાર્ય અને લઘુમતી મામલા મંત્રી કિરેન રિજિજૂએ સંશોધિત વક્ફ બિલ રજૂ કર્યું છે. જેના પર કોંગ્રેસ અને સપાના સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે. આવો જાણીએ આ બિલ સંબંધિત ખાસ વાતો. સરકાર કેમ વક્ફ બિલમાં સુધારા કરવા માગે છે. આ બિલ મારફત મુસ્લિમ વક્ફ કાયદો 1923 સમાપ્ત થઈ જશે. બીજા બિલ મારફત વક્ફ કાયદો 1995માં મહત્ત્વપૂર્ણ સુધારાઓ થશે.’
વક્ફ કાયદાને નવુ નામ :
અત્યારસુધી વક્ફ કાયદો, 1995 નામ હતો. સુધારા બાદ તેને નવુ નામ આપવામાં આવ્યું છે. તેને હવે એકીકૃત વક્ફ વ્યવસ્થાપન, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ અધિનિયમ, 1995 નામ આપવામાં આવ્યું છે.
Akhilesh Yadav: "I have heard in lobby that this Govt is snatching your rights also. We will fight for you."
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 8, 2024
🎙Amit Shah: "Speaker's rights are not just yours but of the entire house. You are not any 'Rights Custodian'
~ Home Minister schooled Akhilesh within seconds 🔥😭 pic.twitter.com/sOBf660pyJ
વક્ફ કાયદો 1995ની કલમ 40 દૂર કરાઈ : સંશોધિત બિલમાં જે વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યો હોય તે પોતાની ચલ-અચલ સંપત્તિને વક્ફમાં દાન કરી શકશે. વક્ફ-અલલ-ઔલાદ મહિલાઓને વારસાગત અધિકારોથી ઈનકાર કરી શકતો નથી. વક્ફ કાયદો 1995ની કલમ 40ને દૂર કરવામાં આવી રહી છે. આ કાયદા હેઠળ વક્ફ બોર્ડને કોઈપણ સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો. પરંતુ હવે સંપત્તિના અધિકારો પર કાતર મૂકવામાં આવી છે.વક્ફ અધિનિયમની કલમ 40 પર સૌથી વધુ વિવાદ છે. કલમ 40ની જોગવાઈ છે કે, જો વક્ફ બોર્ડ કોઈપણ સંપત્તિને વક્ફની સંપત્તિ સમજે છે, તો તેણે નોટિસ પાઠવી તપાસ હાથ ધર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. તે શિયા વક્ફ છે કે સુન્ની તે પણ નક્કી કરી શકે છે. વક્ફ બોર્ડના નિર્ણય વિરૂદ્ધ માત્ર ટ્રિબ્યૂનલમાં જવાનો અધિકાર છે. સંશોધિત બિલમાં કલેક્ટર કે ડેપ્યુટી ક્લેટર જ સર્વે કમિશનર રહેશે.