અમદાવાદ : બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ છે. પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ત્રણ ડિવીઝનલ ફાયર ઓફિસર પૈકી કૈઝાદ દસ્તૂર હાલમાં ગાંધીનગર ફાયર વિભાગના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ પણ છે.અભિજીત ગઢવી સુરતમાં રીજીનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે.પ્નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજ ખાતે વર્ષ-૨૦૨૦-૨૧માં બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે પ્રવેશ મેળવવાનો વિવાદ ઉભો થતા પોલીસ ફરિયાદ કરવામા આવી હતી.પોલીસ ફરિયાદ બાદ સીટની રચના કરી બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ફાયર કોલેજમાં પ્રવેશ મેળવનારાઓની એક યાદી તૈયાર કરવામા આવી હતી.નાગપુર ફાયર કોલેજ ખાતે તપાસ કરવામા આવતા બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે કોલેજમાં પ્રવેશ મેળવનારાઓની યાદીમાં અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓના નામ ખુલતા સીટની ટીમ અમદાવાદ આવી હતી. અમદાવાદમાં વિવિધ ફાયર સ્ટેશન ઉપર ફરજ બજાવતા અધિકારીઓ અંગે તપાસ કરવામા આવી હતી.દરમિયાન અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા એક કર્મચારી મુસ્તફા પટેલ દ્વારા નવ અધિકારીઓ બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવી હોવાના પુરાવા સાથે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરી વિજિલન્સ તપાસની માંગ કરતા તમામ સામે વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તમામને ફાઈનલ ટર્મિનેશન નોટિસ આપી દસ દિવસમાં તેમનો જવાબ રજુ કરવાનો સમય આપવામા આવ્યો હતો.તેમના તરફથી કરવામા આવેલો ખુલાસો સંતોષકારક નહી જણાતા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા તમામને ૨૨ ઓગસ્ટ-૨૪ના રોજ નોકરીમાંથી પાણીચુ આપવાનો હુકમ કર્યો હતો.મ્યુનિ.વિપક્ષનેતાએ ફરજ મુકત કરાયેલા તમામ પાસેથી તેમના દ્વારા મેળવવામા આવેલા આર્થિક લાભની રીકવરી કરવા માંગણી કરી છે.