અદાણી ગ્રૂપના ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં સામેલ દેશની અગ્રણી સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે વિશ્વ દિવ્યાંગ દિવસ 2024 નિમિત્તે પંજાબ ખાતે સ્થિત તેના અંબુજા મનોવિકાસ કેન્દ્ર (એએમકે) પર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દિવ્યાંગ લોકોને સશક્ત બનાવી સર્વસમાવેશક સમાજ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લોક નૃત્યો, સોલો સિંગિંગ રજૂ કર્યા હતા. તેમજ સમાજને અસરકારક સંદેશો પાઠવતી થીમ પર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન થયુ હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉપરાંત, વાલીઓ, કોમ્યુનિટીના સભ્યો, સામાજિક કાર્યકરો અને શિક્ષણ વિદો સહિત દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં, તેમણે વિદ્યાર્થીઓના જુસ્સાને વધાવ્યો હતો.આ વિશેષ કાર્યક્રમમાં એએમકેની વિદ્યાર્થીની ઓલિમ્પિયન પ્રિયા અને તેના કૌશલ્ય કેન્દ્રમાંથી ગ્રેજ્યુએટ તાલીમાર્થી પરમજીત કૌરને પંજાબમાં રાજ્ય કક્ષાના સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રિયાને દિવ્યાંગતા સાથે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન (ફિમેલ) માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે પરમજીતને દિવ્યાંગ કેટેગરીમાં બેસ્ટ સેલ્ફ-એમ્પ્લોય્ડ ફિમેલનું બિરૂદ આપવામાં આવ્યું હતું. બંને વિદ્યાર્થીનીઓને પંજાબના કેબિનેટ મંત્રી ડો. બલજીત કૌરના હસ્તે એવોર્ડથી નવાજવામાં આવી હતી. તેમની આ સિદ્ધિ અને સફળતાએ તેમના સમુદાયોને નોંધનીય પ્રેરણા આપતાં જુસ્સો વધાર્યો હતો.આ કાર્યક્રમે અંબુજા સિમેન્ટની સર્વસમાવેશક વૃદ્ધિ અને પ્રત્યેકની ક્ષમતાઓને ઓળખી સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કર્યો હતો. અંબુજા સિમેન્ટ દિવ્યાંગોને સશક્ત બનાવી એક સર્વસમાવેશક અને સ્થિતિ સ્થાપક સમાજ સ્થાપિત કરવા અર્થપૂર્ણ યોગદાન આપવાનું જારી રાખશે.
વિશ્વ દિવ્યાંગ દિવસ 2024 નિમિત્તે અંબુજા સિમેન્ટ્સ ચેમ્પિયન્સ ઈન્ક્લુસિવિટી કાર્યક્રમનું આયોજન
Date: