મહારાષ્ટ્ર, 2 જુલાઈ, 2024 – ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ આવતી પેઢીઓ માટે ઉચ્ચ ગુણવત્તાભર્યા શિક્ષણને પ્રોત્સાહન અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. સીએસઆર પ્રયાસો દ્વારા અંબુજા સિમેન્ટ્સે મહારાષ્ટ્રના ચંદ્રપુરના કોરપાણા બ્લોકના ભોયગાંવની જિલ્લા પરિષદની ઉચ્ચતર પ્રાથમિક શાળાની સંપૂર્ણ કાયાપલટ કરીને તેને એવોર્ડ વિજેતા શિક્ષણ સંસ્થા બનાવી છે. આ સ્કૂલે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારની માઝી શાળા, સુંદર શાલા સ્પર્ધામાં જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન મેળવીને રૂ. 14 લાખનો ઇનામી પુરસ્કાર જીત્યો છે.
આ જિલ્લા પરિષદ સ્કૂલ 1935માં ભોયગાંવમાં સ્થાપવામાં આવી હતી અને છેક ત્યારથી તેમાં સુવિધાઓ વધારવા માટે કંઈ ખાસ પ્રયાસો થયા ન હતા. તેની જર્જરિત સ્થિતિને જોતાં અહીં રહેતા 1,478 લોકો પૈકીના મોટાભાગના લોકોએ તેમના બાળકોને આ વિસ્તારની અંગ્રેજી માધ્યમની શાળામાં મોકલવાનું પસંદ કર્યું હતું.
આ મામલે કંઈક કરી છૂટવાની તત્પરતા દર્શાવતા અંબુજા સિમેન્ટ્સની સીએસઆર ટીમે વિવિધ હસ્તક્ષેપ હાથ ધરીને કામ ચાલુ કર્યું. સ્કૂલના મેનેજમેન્ટની કમિટીની સાથે તેમણે જિલ્લા પરિષદની સ્કૂલ ખાતે લાયબ્રેરી માટે ભંડોળ એકત્રિત કરવા માટે અભિયાન ચલાવ્યું અને આ કામ માટે પુસ્તકોનું દાન પણ આપ્યું. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વ્યવસાયિક શિક્ષણ પાઠ, ઉનાળુ અને શિયાળુ કેમ્પ, રમતોને પ્રોત્સાહન જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું તથા સ્ટેશનરીનું વિતરણ પણ કરવામાં આવ્યું.
સમુદાયો અને તેમના બાળકોને કેમ્પસ સ્વચ્છ તથા હરિયાળુ રાખવા માટેના માલિકીભાવને પ્રોત્સાહન આપવા સીએસઆર ટીમે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કર્યું. તેમણે કેમ્પસમાં એક સુંદર બગીચો અને આંગણું પણ બનાવ્યું અને વોશ પ્રોગ્રામ દ્વારા સારા આરોગ્યને પ્રોત્સાહન આપ્યું.
વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરી શકે તે માટે વિવિધ વાંચન વર્ગો પણ યોજવામાં આવ્યા હતા. સીએસઆર ટીમોએ શાળાને આઈએસઓ રેટિંગ મેળવવા માટે પણ સક્ષમ કરી. શાળાની કાયાપલટને કારણે અન્ય ઘણી સેવાભાવી સંસ્થાઓ શાળા માટે આર્થિક સહાય સાથે આગળ આવી છે.
અંબુજા સિમેન્ટ્સ શાળાની આવી સંપૂર્ણ કાયાપલટ કરવા માટે સક્ષમ બનીને ગર્વ અનુભવે છે, કારણ કે તે શૈક્ષણિક તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ દ્વારા શિક્ષણને વધારવામાં રોકાણના મહત્વને સમજે છે, કારણ કે દરેક વિદ્યાર્થી ઉજ્જવળ આવતીકાલ માટે આશાનું કિરણ છે.