અનુષ્કા શર્મા તેના પુત્ર અકાયના જન્મથી જ લંડનમાં રહે છે. અનુષ્કા બે બાળકો અકાય અને વામિકાની માતા છે. થોડા સમય પહેલાં એવા પણ અહેવાલ હતા કે, અનુષ્કા અને વિરાટ કોહલી કાયમ માટે લંડન શિફ્ટ થઈ ગયા છે. જ્યારથી અનુષ્કાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે ત્યારથી તે બહુ ઓછી જાહેર કાર્યક્રમોમાં જોવા મળી છે. પરંતુ બુધવારે અનુષ્કા લાંબા સમય બાદ મુંબઈમાં સ્લર્પ ફાર્મના YES Moms & Dads ઇવેન્ટમાં હાજરી આપવા આવી હતી. આ દરમિયાન અનુષ્કા શર્માએ પેરેન્ટિંગ અને ‘પરફેક્ટ મધર’ બનવાના પ્રેશર વિશે વાત કરી હતી. આ સાથે જ અનુષ્કાએ એ પણ ખુલાસો કર્યો છે કે, તે તેના બે બાળકો વામિકા અને અકાયનો ઉછેર કેવી રીતે કરી રહી છે.એક્ટ્રેસ અનુષ્કા શર્માએ કહ્યું કે, ‘ અમારા પર પરફેક્ટ પેરેન્ટ્સ બનવાનું ઘણું પ્રેશર છે. પરંતુ આપણે એ સમજવાની જરુર છે કે ‘આપણે પરફેક્ટ નથી અને તેમાં કંઈ ખોટું નથી.’ જેથી તેઓને પણ ખબર પડે કે તેમના માતા-પિતા પણ ભૂલો કરે છે. વિચારી જુઓ કે, બાળકો કેવી રીતે વિચારતા હશે કે ‘મારા માતા-પિતા આવા જ છે અને હવે મારે પણ આ અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે.’અનુષ્કાએ કહ્યું કે, હું ફક્ત અમારા જેવા લોકો સાથે જ હેંગઆઉટ કરું છું. જ્યારે લોકો અમને ડિનર પર માટે ઇનવાઇટ કરે છે, ત્યારે હું તેમને કહું છું કે, જ્યારે અમે ડિનર કરી લીધું હોય ત્યારે તમે સ્નેક્સ ખાઈ રહ્યા છો.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. હવે તે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત બાયોપિક ચકદા એક્સપ્રેસની રિલીઝની રાહ જોઈ રહી છે.