સંસ્કૃત દિવસ નજીક આવી રહ્યો છે અને ઘણા બધા કલાકારો માને છે કે સંસ્કૃતે તેમની કળાકારીગરીને નિખારવામાં તેમને સશક્ત બનાવ્યા છે. એન્ડટીવીના કલાકારોમાં નવા શો ભીમામાં મેવાની ભૂમિકા ભજવતો અમિત ભારદ્વાજ, આશુતોષ કુલકર્ણી (ક્રિશન બિહારી વાજપેયી, અટલ), હિમાની શિવપુરી (કટોરી અમ્મા,હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) ભાષાકીય ખૂબીઓ અને અભિવ્યક્તિની તેમની સમજને ઘેરી બનાવીને તેમની કળાત્મકતાનેભાષાએ કઈ રીતે નવી ઊંચાઈ આપી છે તે વિશે મજેદાર વાતો જણાવે છે. ભીમામાં મેવા તરીકે ઓળખાતો અમિત ભારદ્વાજ કહે છે, “સંસ્કૃતે મારા જીવન પર મજબૂત પ્રભાવ પાડ્યો છે અને મને તે શીખવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. કલાકાર તરીકે સંસ્કૃતિ સમજવાથી મને ભારતીય પુરાણકથા અને સાહિત્યની ખૂબીઓમાં ઊંડાણથી ડોકિયું કરવા મળ્યું, જે મોટે ભાગે અભિનય અને ડાયલોગ ડિલિવરી થકી પ્રદર્શિત કરાઈ છે. તેનાથી મારો અભિનય સમૃદ્ધ બન્યો છે. સંસ્કૃતે મને શિસ્ત, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાનું મૂલ્ય શીખવ્યું છે. હું માનું છું કે સંસ્કૃત જ્ઞાનનો ખજાનો છે અને તે મારા જીવનમાં પરિવર્તનકારી બની રહી છે, જેથી હું તેની વધુ સરાહના કરું છું.”અટલમાં ક્રિશન બિહારી વાજપેયી તરીકે ઓળખાતો આશુતોષ કુલકર્ણી કહે છે, “સંસ્કૃત ફક્ત ભાષા નથી. તે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રવેશદ્વાર છે. સંસ્કૃતિનો અભ્યાસ મારે માટે પરિવર્તનકારી અનુભવ રહ્યો છે. તેનાથી હું ભારતીય ફિલોસોફી અને સાહિત્યની ખૂબીઓ સમજી શક્યો છું અને મારી અંદર શિસ્ત અને ગંભીર વિચારશક્તિની કેળવણી થઈ છે. અભિનેતા તરીકે સંસ્કૃતે મને મારા અભિનયમાં ખાસ કરીને હાલમાં ક્રિશન બિહારી વાજપેયીની ભૂમિકામાં ઊંડાણ અને વિશ્વસનીયતા લાવવામાં મદદ કરી છે. તેમાં મારે ડાયલોગ દરમિયાન વારંવાર સંસ્કૃત બોલવું પડે છે.”