આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક મૂળભૂત અધિકાર છે, જે દરેકની સામાજિક અથવા આર્થિક પૃષ્ટભૂમિને ધ્યાનાં લીધા વગર સરળતાથી મળવો જ જોઈએ. કમનસીબે, ઘણા સમુદાયો એવા છે, જે હજુ પણ પ્રણાલીગત અવરોધોનો સામનો કરે છે, જે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરતા અટકાવે છે. આવું જ એક ઉદાહરણ છે, આપણી જાગૃતિ- ઇક નયી સુબહની જાગૃતિ (અસ્મી દેવ), જે આ અવરોધને તોડવાના મિશન પર છે. સમાજ દ્વારા ‘ગુનેગાર’ તરીકે નોંધાયેલ સમુદાયમાંથી આવે છે, જેમાં જાગૃતિની લડાઈ તેના પોતાના શિક્ષણ માટે જ નહીં પરંતુ ચિત્તા સમુદાયના દરેક સભ્ય માટે શિક્ષણનો અધિકાર છે. આ શોમાં, આર્યાએ કલિકાંત ઠાકુરનું નકારાત્મક પાત્ર કરી રહ્યો છે, જે જાગૃતિના શિક્ષણને અટકાવવા માટે પોતાની બધી જ શક્તિ લગાવી રહ્યો છે, વાસ્તવિક જીવનમાં તે આ કોન્સેપ્ટ તથા શક્તિશાળી સંદેશથી એટલો પ્રભાવિત છે કે,તેને લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.આર્યા બબ્બર કહે છે, “જાગૃતિ-ઇક નયી સુબહમાં કલિકાંતનું પાત્ર ભજવવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે, ખાસ કરીને તે એવા સમુદાયની વાર્તા પર પ્રકાશ ફેંકે છે કે, જેમના પર ગુનેગારનું લેબલ લગાવવામાં આવ્યું છે અને મૂળભૂત અધિકારોથી વંચિત છે. મારુ પાત્ર લડાઈની વિરુદ્ધ દિશામાં હોવા છતા પણ હું શોના સંદેશનો ઘેરો પડઘો પાડી રહ્યો છું. તે એક એવી વાર્તા છે, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સંઘર્ષો પર પ્રકાશ પાડે છે અને મને આ શોનો ભાગ હોવાનો ગર્વ છે. જાગૃતિની યાત્રા એટલી પ્રેરણાદાયી છે અને મને આશા છે કે, તે પરિવર્તનને વેગ આપશે.”આર્યા પણ આ મૂવમેન્ટનો હિસ્સો બનીને પોતાની જાતને ગર્વિત ગણે છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે,જ્યારે ગીતા (તિતિક્ષા શ્રિવાસ્તવ)ને ખબર પડશે કે, તેમની વચ્ચે મતભેદો વચ્ચે જાગૃતિ તેની દિકરી છે ત્યારે શું તે તેને સ્વિકારી શકશે?
જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે છે, ‘આ શોનો ભાગ બનવા પર મને ગર્વ છે’
Date: