સાળંગપુર ખાતે આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ , મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પિયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને વિનોદભાઈ ચાવડા સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી બેઠક્માં હાજર તમામ કાર્યકર્તાઓના મોબાઇલ ફોન સાઇલેન્ટ કરીને સાઇડમાં મુકાવી દેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પુરો થયો છે, મને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઇકમાન્ડને રજૂઆત કરી છે. મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી કરો અને બીજા કોઇને જવાબદરી સોંપો,જે બધાને સાથે રાખીને ચાલે. મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં મારો કાર્યકાળ પુરો થાય છે. હવે આગામી સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે અને તેમના અધ્યક્ષ સ્થાને આગામી કારોબારી બેઠક મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાળંગપુર ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ કારોબારી બેઠકના પ્રથમ દિવસે ગતરોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સૌ આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.