શ્રી અટલ બિહારી વાજપેયીનાં રચનાત્મકની રોચક વાર્તા છે, જે 5 વર્ષની લીપ લેવા માટે સુસજ્જ છે. ઉત્તમ ટીવી અભિનય માટે જ્ઞાત આયુધ ભાનુશાલી 12 વર્ષના અટલ બિહારી
વાજપેયીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર અને દૂસરી મામાં ઉત્તમ ભૂમિકા બાદ આયુધ હવે આ પ્રતિકાત્મક પાત્ર ભજવવા માટે સુસજ્જ છે.લીપ એપિસોડનું પ્રસારણ 18મી સપ્ટેમ્બર, 2024થી થશે. નવી ભૂમિકા પર આયુધ કહે છે, “અટલ બિહારી વાજપેયીજી અનન્ય રાજકારણી હતી અને તેમની ભૂમિકા ભજવવા સાથે મોટી જવાબદારી મારે માથે આવી છે. વ્યોમ ઠક્કરે યુવા અટલ તરીકે બહુ સારું કામ કર્યું અને હું શો આગળ વધ્યો છે ત્યારે તેમના જીવનના આગામી તબક્કાને આગળ લઈ જવા ઉત્સુક છું. શોની ટીમ બહુ જ સાથ આપી રહી છે.મને સારો અભિનય કરવા માટે મદદરૂપ થવા મૂલ્યવાન સલાહ આપી રહી છે.”આયુધે આ ઐતિહાસિક હસ્તીનું પાત્ર ભજવવા માટે પોતાની ખુશી પણ વ્યક્ત કરી. તે કહે છે, “મને ઐતિહાસિક પાત્રો ભજવવાનું ગમે છે, કારણ કે તેમાંથી મને ઘણું બધું શીખવા મળે છે. મારી એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં ભીમરાવની ભૂમિકા મારે માટે શીખવાનો ઉત્તમ અનુભવ હતો. હું હંમેશાં શોમાં ડાયરેક્ટર અને સહ-કલાકારો સહિત નિર્માણકારો પાસેથી માર્ગદર્શન લઉં છું. હું આ નવી ભૂમિકા શરૂ કરવા અને તેની સાથે સંકળાયેલી તૈયારી કરવા ઉત્સુક છું.”
એન્ડટીવી પર અટલ લીપ લે છેઃ આયુધ ભાનુશાલી યુવા અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે!
Date: