ભારતમાં ખાનગીક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે સમગ્ર ભારતમાં તેની 5430થી વધુ બ્રાન્ચ ખાતે તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને સન્માનિત કરીને ‘વિશ્વ વરિષ્ઠ નાગરિક 0દિવસ’ની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક્સિસ બેંકે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ્સ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી), ટર્મ ડિપોઝિટ (ટીડી) અને બીજી વિશેષ નાણાકીય સેવાઓ જેવાં ઉપલબ્ધ શ્રેષ્ઠ વિકલ્પો વિશે જાગૃકતા ફેલાવી હતી.બેંકે વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને તેના સિલ્વર લાઇનિંગ પ્રોગ્રામ વિશે માહિતી હતી, જે ઓફરિંગનો એક વ્યાપક સમૂહ છે તથા વરિષ્ઠોની બેંકિંગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશેષ પ્રકારે તૈયાર કરાઇ છે. આ પ્રસંગે એક્સિસ બેંકના બ્રાન્ચ બેંકિંગના પ્રેસિડેન્ટ અને હેડ અર્નિકા દીક્ષિતે કહ્યું હતું કે, “એક્સિસ બેંક ખાતે અમારું માનવું છે કે અમારા ગ્રાહકોની સેવા કરવી એ નાણાકીય સેવાઓ પ્રદાન કરવાથી પણ વધુ છે. આ પહેલ આપણા સમાજની કરોડરજ્જૂ સમાન વરિષ્ઠ નાગરિકો પ્રત્યે અમારો આદર અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ભાવિ પેઢીઓ માટે મજબૂત ઇકોસિસ્ટમની રચના કરવામાં યોગદાન આપ્યું છે અને હવે તેમને પરત કરવાનું અને તેમની કાળજી રાખવાનો આપણો વારો છે. તેમના માટે વિશેષ પ્રોડક્ટ્સ સાથે અનુકૂળ અને સુવિધાજનક બેંકિંગ અનુભવ પ્રદાન કરીને તેમના જીવનના વર્તમાન તબક્કામાં તેમની જરૂરિયાતો અને આવશ્યકતાઓ પૂર્ણ કરવાનું અમારું લક્ષ્ય છે.”આ ઉજવણીના ભાગરૂપે એક્સિસ બેંકે પસંદગીની એક્સિસ બેંક બ્રાન્ચ ખાતે વરિષ્ઠ નાગરિકોને બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), બ્લડ પ્રેશર, ઓક્સિજન સેચ્યુરેશન, હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ વગેરે સહિતના વિનામૂલ્યે ફ્રી ડિજિટલ હેલ્થ-ચેક અપ માટે તેના હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ પાર્ટનર સાથે સહયોગ કર્યો હતો. આ ઉપરાંત બેંકે ઓનલાઇન હેલ્થકેર પ્લેટફોર્મ ઓપ્ટિમિસ્ટ દ્વારા દવાઓની ખરીદી ઉપર 21 ટકા સુધીના ડિસ્કાઉન્ટ જેવી વિશેષ ઓફરની પણ જાહેરાત કરી છે.