અમદાવાદ, 02 જુલાઈ, 2024 – ગતિશીલ અને સ્થિતિસ્થાપક માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) સેક્ટરને મહત્વ આપતાં ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે ગુજરાતમાં 550થી વધુ એમએસએમઈ ગ્રાહકોને સન્માનિત કર્યા હતા. આ ઉજવણી અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, સુરત, રાજકોટ, ભરૂચ, આણંદ, ગાંધીનગર, વલસાડ વગેરેમાં આવેલી એક્સિસ બેંકની ચોક્કસ બ્રાન્ચમાં કરવામાં આવી હતી.
એક્સિસ બેંકના રિજનલ બ્રાન્ચ બેંકિંગ હેડ-વેસ્ટ 2 શ્રી રાકેશ ભોજનગરવાલા, નેશનલ સેલ્સ હેડ-વર્કિંગ કેપિટલ શ્રી સુમિત ઝા, એસેટ્સ જ્યોગ્રાફી હેડ-કોમર્શિયલ બેંકિંગ કવરેજ ગ્રુપ (સીબીજી)ના શ્રી રણજીત બર્નાવલ, સર્કલ હેડ-ગુજરાત ઇસ્ટ શ્રી મૃગેશ સુથાર, સર્કલ હેડ-ગુજરાત વેસ્ટ શ્રી રુઝબેહ પોસ્ટવાલા અને સર્કલ હેડ-ગુજરાત નોર્થ એન્ડ સેન્ટ્રલ શ્રી રાજેશ મહેતા સહિતના વરિષ્ઠ પ્રતિનિધિઓએ એમએસએમઈ ગ્રાહકોને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા અને રાજ્યમાં આર્થિક વિકાસ તથા તેમના સંબંધિત ક્ષેત્રોમાં તેમણે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની સરાહના કરી હતી. આ ઉપરાંત કેટલાક એમએસએમઈ ગ્રાહકોને રિલેશનશિપ મેનેજર્સ દ્વારા તેમની બિઝનેસ પ્રિમાઇસીસ ખાતે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગની ઊજવણી માટે એક્સિસ બેંકે એમએસએમઈ માટે વિવિધ એક્સક્લુઝિવ ઓફર્સ રજૂ કરી હતી જે નોંધપાત્ર નાણાંકીય લાભો પૂરા પાડે છે જેથી તેમને ખર્ચ બચાવવા અને વધુ સરળતાથી અને ઝડપથી ભંડોળ મેળવવા માટે સક્ષમ બનાવે છે. બેંકે સિક્યોર્ડ વર્કિંગ કેપિટલ પ્રોડક્ટ્સ માટે પ્રોસેસિંગ ફી પર 50% ડિસ્કાઉન્ટ સાથે હાલના એમએસએમઈ ગ્રાહકો માટે પ્રી-ક્વોલિફાઇડ ઓફર્સનો વિસ્તાર કર્યો છે. તેણે એમએસએમઈને સ્પર્ધાત્મક વ્યાજ દર અને ઘટાડેલી પ્રોસેસિંગ ફી પર અનસિક્યોર્ડ ઇએમઆઈ-આધારિત લોન પણ ઓફર કરી હતી.
આ પહેલ અંગે એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને હેડ-બ્રાન્ચ બેંકિંગ અર્નિકા દિક્ષીતે જણાવ્યું હતું કે “એક્સિસ બેંક એમએસએમઈને પ્રોત્સાહન આપવા અને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જે ભારતના આર્થિક ક્ષેત્રે તેઓ જે મહત્વની ભૂમિકા અદા કરે છે જેની સરાહના કરે છે. અમે માનીએ છીએ કે આર્થિક વિકાસને વેગ આપવા માટે એમએસએમઈને એડવાન્સ્ડ ડિજિટલ બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીસથી સજ્જ કરવા જરૂરી છે જેથી તેઓ સક્ષમ અને ચપળ રહી શકે. અમે અમારા એમએમએસઈ ગ્રાહકોની અવિરત ઊર્જા અને સિદ્ધિઓની સરાહના કરતા અને ઊજવણી કરતા ગર્વ અનુભવીએ છીએ. અમારું વિઝન ‘વિકાસિત ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલના સિદ્ધાંતો સાથે જોડાયેલું છે કારણ કે અમે એમએસએમઈને સમૃદ્ધ અને આત્મનિર્ભર રાષ્ટ્રમાં યોગદાન આપવાની તેમની યાત્રામાં સમર્થન આપીએ છીએ. સમગ્ર ભારતમાં એમએસએમઈ સતત નવીનતા અને અનુકૂલનક્ષમતા સાથે સીમાઓને આગળ ધપાવે છે અને અમે આ ગતિશીલ ઉદ્યોગસાહસિકો માટે વિકાસને પ્રોત્સાહન આપવા અને નવા માર્ગો શોધવા માટે પ્રતિબદ્ધ છીએ.”
વર્ષોથી એક્સિસ બેંક એમએસએમઈ ગ્રાહકોને અનુરૂપ ઓફરો અને પહેલ સાથે સશક્ત કરી રહી છે, જે ખાસ કરીને તેમની સતત વિકસતી બિઝનેસ જરૂરિયાતોને પૂરી કરવા અને તેમના એકંદર ગ્રાહક અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક્સિસ બેંકની કેટલીક પહેલ આ મુજબ છેઃ
- સરળ વ્યવહારો દ્વારા ઉત્પાદકતા વધારવા માટે રચાયેલ મોબાઇલ-ફર્સ્ટ બિઝનેસ બેંકિંગ પ્રપોઝિશન, ‘નીઓ ફોર બિઝનેસ’ લોન્ચ કરવામાં આવી
- આરબીઆઈ ઈનોવેશન હબના સહયોગથી પબ્લિક ટેક પ્લેટફોર્મ ફોર ફ્રીક્શનલેસ ક્રેડિટ (પીટીપીએફસી) દ્વારા અત્યાધુનિક ધિરાણ ઉકેલો રજૂ કર્યા.
- લાસ્ટ માઈલના એસએમઈ ગ્રાહકો માટે સરળ રીતે સેવિંગ્સ અને કરન્ટ બેંક એકાઉન્ટ્સ ખોલવાની સુવિધા
- એમએસએમઈની જરૂરિયાતોને અનુરૂપ મજબૂત સપ્લાય ચેઇન ફાઇનાન્સ સોલ્યુશન્સ રજૂ કર્યા
- વાર્ષિક જ્ઞાન વૃદ્ધિ શ્રેણી ‘એવોલ્વ’નું આયોજન કર્યું જેનો ઉદ્દેશ એમએસએમઈને નવા યુગની વ્યૂહરચનાઓ, કાર્યકારી જાણકારી અને નિયમનકારી આંતરદ્રષ્ટિથી સજ્જ કરવાનો છે.
- એમએસએમઈના અસાધારણ યોગદાન અને સિદ્ધિઓને દર વર્ષે ‘ઈન્ડિયા એસએમઈ 100 એવોર્ડ્સ’માં સન્માનિત કરીને તેમનું બહુમાન કરે છે.
31મી માર્ચ 2024ના રોજ, એક્સિસ બેંક એકંદર ઉદ્યોગ એમએસએમઈ ક્રેડિટનો 8.4 ટકા બજાર હિસ્સો ધરાવે છે. એક્સિસ બેંકની એસએમઈ લોનમાં 17 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ અને 5 ટકાની ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ જોવા મળી છે, જે કુલ લોનના મિશ્રણમાં નોંધપાત્ર રીતે ફાળો આપે છે.