રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અનુસાર રામલલાના મંદિરના પૂજારીઓના ડ્રેસમાં ફેરફાર કરાયો છે અને તેમના મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અત્યાર સુધી ગર્ભગૃહમાં પૂજારી ભગવા વસ્ત્રમાં જોવા મળતા હતા. તે ભગવા પાઘડી, ભગવા કુર્તો અને ધોતી પહેરતા હતા પરંતુ હવે પૂજારીઓએ તે રંગના કુર્તા અને પાઘડીની સાથે પીળી ધોતી પહેરવાનું શરૂ કરી દીધુ છે.
મંદિર અધિકારીઓના જણાવ્યા અનુસાર નવો ડ્રેસ કોડ 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે. નવા પૂજારીઓને પીળી પાઘડી બાંધવાની તાલીમ આપવામાં આવી છે. આ કુર્તામાં બટન હોતા નથી અને તેને બાંધવા માટે દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. પીળા રંગની ધોતી, સુતરાઉ કપડાનો એક ટુકડો, કમરની ચારે તરફ બાંધવામાં આવે છે જે પગની ઘૂંટી સુધી ઢાંકે છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરમાં એક મુખ્ય પૂજારીની સાથે ચાર સહાયક પૂજારી છે. દરેક સહાયક પૂજારીની સાથે પાંચ તાલીમાર્થી પૂજારી પણ રાખવામાં આવ્યા છે. આ પૂજારીઓની દરેક ટીમ સવારે 3.30 વાગ્યાથી રાતે 11 વાગ્યાની વચ્ચે પાંચ કલાકની શિફ્ટમાં પોતાની સેવાઓ આપે છે. પૂજારીઓને પણ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.