Saturday, September 21, 2024
HomeGujaratવડોદરા શહેરમાં બેંકના લોકરોમાં ધૂસ્યા પૂરના પાણી, પૂરના પાણીમાં દસ્તાવેજો અને નોટો...

વડોદરા શહેરમાં બેંકના લોકરોમાં ધૂસ્યા પૂરના પાણી, પૂરના પાણીમાં દસ્તાવેજો અને નોટો ધોવાયા

Date:

spot_img

Related stories

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...
spot_img

વડોદરા : વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ પણ હજુ અનેક પરિસ્થિતિ અને પડકારો શહેરીજનોની સામે ઊભા છે. જેમાં લોકોએ પોતાના ભવિષ્યની કાળજી લઈ સૌથી સુરક્ષિત ગણાતા બેંક લોકરોમાં મુકેલા મહત્વના દસ્તાવેજ કાગળો વિવિધ સહિતની વસ્તુઓ પૂરના પાણીના કારણે પલળી ગયા છે. જેથી હવે નાગરિકોએ વધુ સહન કરવાની નોબત ઊભી થઈ છે.વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા પછી લોકો હાલ ઘર સફાઈ અને પોતાના ધંધાની જગ્યાએ ઘુસેલા પાણી ઉલેચવાની પ્રક્રિયા હજુ સંપૂર્ણ પૂર્ણ કરી શક્યા નથી. ક્યાંક ને ક્યાંક તેઓએ યોગ્ય કામગીરી કરવાની કે સફાઈ પૂર્ણ કરવાની હજુ બાકી છે! ત્યાં જ કેટલીક બેંકો દ્વારા તેમના લોકર ધારકોને પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે, “અમારી શાખામાં આપના લોકરમાં મુકેલ આપનો કિંમતી સામાન આવીને એકવાર તપાસી જવો”. આ સાથે જ કેટલીક બેંકોમાં લોક ધારકો ઉમટ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે ફતેગંજ ખાતે આવેલ એક સરકારી રાષ્ટ્રીય બેંકના લોકરમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. જેથી અહીં લોકર તપાસવા આવેલા વિવિધ ખાતેદારોએ પોતાના લોકરની અંદરનો સામાન પલળી ગયેલો જોયેલો હતો. આ મામલે તેઓએ બેન્ક કર્મચારીઓ અને ત્યાંના ફરજ પરના અધિકારીઓ સાથે જીભા જોડી પણ થઈ હતી. ત્યારે આ તબક્કે બેંક તરફથી જણાવવામાં આવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ અમે આપને એફિડેવીટ કરી બેન્કમાં જરૂરી દસ્તાવેજો અને ખાસ કરીને કાગળ રૂપી વસ્તુઓ ન મુકવાની તાકીદ કરી હતી અને તે કદાચ જો તે મૂકી હશે તો તે માટે બેન્ક જવાબદાર નથી તેવું પણ દર્શાવવામાં આવ્યું છે.
બેન્ક અધિકારીઓએ આવો જવાબ આપી પોતાના હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે વિવિધ બેંક એકાઉન્ટમાં ખાતેદારોએ મુકેલી પોતાની ચલણી નોટ, દસ્તાવેજ, ફિક્સ ડિપોઝિટ સહિતના મહત્વના કાગળો પલળી ગયા છે. તો જાણવા મળ્યા પ્રમાણે કેટલાક લોકર ધારકોના દાગીના પૂરના પાણીના કારણે કીચડવાળા થઈ ગયા છે. ત્યારે હવે એક તરફ ઘરમાં જો સામાન મૂકીએ તો તસ્કરોના તરખાટનો ભય અને હવે બેંકના લોકરમાં પણ મહત્વના દસ્તાવેજો સલામત નથી. તો હવે નાગરિકોએ શું કરવું? એ એક મોટો સવાલ ઊભો થયો છે.વડોદરા શહેરમાં પૂરના પાણીએ આ વખતે મોટાભાગનો વિસ્તાર જળમગ્ન કરી દીધો હતો. તેના કારણે બેંકમાં પણ પાણી ઘૂસી જવાના બનાવો બન્યા છે. આ તબક્કે વિવિધ બેંક દ્વારા તેમના લોકર ધારકોને તેમના લોકારની તપાસ કરવાનું જણાવવામાં આવે છે. ત્યારે જે લોકર ધારકને તેના લોકરની તપાસ અંગે બેંક તરફથી જો કોઈ પત્ર મળ્યો નથી તો પણ લોકર ધારકોએ એના બેન્કમાં જઈ લોકરની તપાસણી કરી એવી હિતાવહ છે. જેથી તેમના દાગીના અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત છે કે નહીં ? તેની પૂર્તતા થઈ શકે.

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ...

મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન...

JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય...

વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ...

બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ સર્જાયો, 12 કિ.મી. લાંબો...

ઝારખંડમાં ડેમમાંથી પાણી છોડવાથી પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પૂર...

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના...

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here