આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં ભાગ લેશે, અત્યાર સુધી 1 લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન થઇ ગયું છે. બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી ચાલી રહી છે. જ્યારે ભારતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમમાં એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે. જ્યારે સ્ટેડિયમની જમીન પર અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે. જે ભારતમાં સૌ પ્રથમવાર રજૂ થશે. બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો એલગ વિભાગ તૈયાર કરાયો હતો. જેની સંખ્યા આજે લાખો કાર્યકરો સુધી પહોંચી છે. જેના 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ આપશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી ફ્રુટની પ્રતિકૃતિ પણ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. 3 ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
આ અંગે માહિતી આપતા બીએપીએસના સાધુ બ્રહ્યવિહારી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે કાર્યકરો બીએપીએસના કરોડરજુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરશે. જેમાં બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં એક લાખ જેટલા રજીસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. સૌથી આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે. જેથી તેમના સન્માનવાનો આ અવસર છે. જેની ઉજવણી સૌથી આધુનિક ટેકનોલાજીની મદદથી થશે. જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક આપવામાં આવી છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરશે.