Friday, November 8, 2024
HomeWorldસાવચેત થઇ જજો! ફરી એક કોરોના લહેર આવી… ટેક્નોલોજીમાં 'માસ્ટર' દેશમાં હાહાકાર,...

સાવચેત થઇ જજો! ફરી એક કોરોના લહેર આવી… ટેક્નોલોજીમાં ‘માસ્ટર’ દેશમાં હાહાકાર, દર્દીઓ વધ્યાં

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

કોરોના મહામારીએ વર્ષ 2019-20માં વિશ્વભરના દેશોને બાનમાં લીધુ હતું. આ મહામારીને કારણે લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાના મોટા ભાગના દેશો થંભી ગયા હતા. તેમજ અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 2020ની 11 માર્ચે આ રોગને મહામારી જાહેર કરી હતી. લોકો હજુ સુધી આ મહામારીને ભૂલી શક્યા નથી. ત્યારે હવે ફરી એકવાર આ જીવલેણ વાયરસે દુનિયમાં ટેક્નોલોજીમાં માસ્ટર ગણાતા જાપાનમાં પગપેસારો કર્યો છે.કોરોના (Corona)એ આખી દુનિયામાં અરાજકતા ફેલાવી દીધી હતી. લોકો એ કપરા સમયને ભૂલી શકે તેમ નથી અને હજુ પણ મનમાં વાયરસને લઈને ડર યથાવત છે. ત્યારે હવે ફરી એકવાર જાપાનમાં COVID-19ના વધતા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન કોરોનાના નવા વેરિયન્ટથી ઝઝૂમી રહ્યુ છે. દેશમાં કેવિડ-19ના સંક્રમણની 11મી લહેરને વેગ આપી રહ્યું છે.જાપાન (Japan) સંક્રમિત રોગ એસોસિએશનના અધ્યક્ષ કાઝુહિરો તાકેડા (Kazuhiro Takeda)ના જણાવ્યાનુસાર દેશમાં KP.3 વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાકેડાએ વધુમાં કહ્યું હતું કે ‘આ વખતે વેક્સિન લીધેલા તેમજ ગત લહેરમાં જે લોકો સંક્રમિત થયા હતા તે લોકોમાં પણ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આગામી અઠવાડિયું નિર્ણાયક હશે કારણ કે અધિકારીઓ વેરિયન્ટના ફેલાવા અને અસર પર નજર રખશે.’ ઉલ્લેખનીય છે કે જાપાનમાં કેવિડ-19ના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે ઘણા કેસો ગંભીર ન હોવાને કારણે રાહત અનુભવી છે. આ નવા KP.3 વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ગંધ અને સ્વાદ ગુમાવવો, માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, સમગ્ર જાપાનમાં જુલાઈની 1 થી 7 તારીખ દરમિયાન સંક્રમણમાં 1.39 ગણો અથવા 39 ટકાનો વધારો નોંધાયો છે. અહીં એ વાતં પણ નોંધવી જરુરી છે કે જાપાનમાં 2020ની શરૂઆતમાં કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી, પૂર્વ એશિયાઈ દેશમાં કુલ 34 મિલિયન સંક્રમિત અને લગભગ 75,000 સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here