મહારત્ન અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ બેંગ્લોર સ્થિત અગ્રણી ઇ-મોબિલિટી સર્વિસ પ્રોવાઇડર IONAGE સાથેની ભાગીદારીને વિસ્તારવાની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક જોડાણનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહોંચ અને સુવિધામાં વધારો કરવાનો છે, જેથી ટકાઉ મોબિલિટી તરફના બદલાવને બળ મળશે.IONAGE વિવિધ ચાર્જ પોઇન્ટ ઓપરેટર્સ (સીપીઓ) પાસેથી ચાર્જિંગ સ્ટેશન એકત્રિત કરે છે, જેથી ગ્રાહકો સિંગલ પ્લેટફોર્મ ઉપર જ ઇવી ચાર્જર્સના વિશાળ નેટવર્કની એક્સેસ મેળવી શકે, જેનાથી દેશભરમાં ઇવી માલીકો માટે ઉપયોગમાં સરળતા વધી જાય છે.ફેબ્રુઆરી 2022માં શરૂ કરાયેલી બીપીસીએલની બીપીસી ઇડ્રાઇવ પહેલની સફળતાથી આ ભાગીદારીનું વિસ્તારવામાં આવી રહી છે, જે IONAGEના યુનિફાઇડ પ્લેટફોર્મ માટે બીપીસીએલના ઇવી ચાર્જર્સને એકીકૃત કરશે.આ સહયોગ તથા ભારતમાં ઇવી ચાર્જિંગની પહોંચમાં વધારો કરવા વિશે વાત કરતાં બીપીસીએલના બિઝનેસ હેડ પ્રદીપ ગોયલે કહ્યું હતું કે, “અમે IONAGE સાથે અમારી ભાગીદારીને વિસ્તારતા ઉત્સાહિત છીએ. બીપીસીએલ ખાતે ગ્રાહકોની સુવિધા ચાર્જિંગ ઇન્ફ્રાના ઉપયોગ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. IONAGE સાથે અમારા જોડાણથી IONAGEના એગ્રીગેશન પ્લેટફોર્મ ઉપરથી બીપીસી ચાર્જર્સનો ઉપયોગ કરવા ગ્રાહકો સક્ષમ બનશે.”IONAGEના સીઇઓ વિમલ કુમારે કહ્યું હતું કે, “IONAGE ખાતે અમારું વિઝન એક સુમેળભર્યું અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસિત કરવાનું છે, જે તમામ ઇલેક્ટ્રિક વ્હીકલ માલિકો અને ઓપરેટરોની જરૂરિયાતોને સમર્થન આપે છે. આ વિઝનને અનુરૂપ અમે બીપીસીએલ જેવી મજબૂત અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે ભાગીદારી વિસ્તારતા ઉત્સાહિત છીએ, જે હાઇવે ઉપર ફાસ્ટ ઇવી ચાર્જિંગ સુવિધાઓ ઓફર કરવાની સાથે-સાથે આરામ કરવા માટે સુરક્ષિત જગ્યા પણ આપે છે. સમગ્ર ભારતમાં ઇવી ચાર્જિંગને વધુ સુવિધાજનક અને વિશ્વસનીય બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ કદમ છે.”
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને IONAGEએ ભારતમાં ઇવી ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા ભાગીદારી વિસ્તારી
Date: