ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના જેદ્દાહમાં સમાપ્ત થયો છે. જેમાં 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચીને 182 ખેલાડીઓને ખરીદ્યા છે. આ વખતે ઓક્શનમાં ઘણી મોટી બાબતો રહી છે. આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓએ ચોંકાવી દીધા છે, તો બીજી તરફ કેટલાકે ઈતિહાસ રચ્યો છે જે ભાગ્યે જ ક્યારેય તૂટશે. IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ ઊભું થયું છે.પરંતુ આ ઓક્શન દરમિયાન બંને દિવસે ક્રિકેટ ચાહકોનું સૌથી વધુ ધ્યાન જે ટીમ પર હતું તેમાંથી એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) હતી. વિરાટ કોહલીની આ ટીમ અત્યાર સુધી ટાઈટલ નથી જીતી શકી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ફ્રેન્ચાઈઝી આ વખતે મેગા ઓક્શનમાં ઘણા મજબૂત ખેલાડીઓને ખરીદશે. ઓક્શનમાં તેનાથી વિપરીત સ્થિતિ રહી હતી. RCBએ જે રીતે ટીમ બનાવી છે તે ચાહકોને કન્ફ્યૂઝ કરી રહી છે. આમાં સૌથી મોટી અને સૌથી મહત્વની મૂંઝવણ કેપ્ટનશીપને લઈને છે. આજે આપણે આ અંગે જ વાત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં IPL ઓક્શન પહેલા બેંગલુરુની ટીમે પોતાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો હતો.આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ ટીમ મેગા ઓક્શનમાં કેપ્ટનશીપ માટે ઋષભ પંત, શ્રેયસ અય્યર અથવા કેએલ રાહુલ જેવા સ્ટાર પ્લેયર પર દાવ લગાવી શકે છે. પરંતુ આવું ન થયું. આ વચ્ચે હવે અહેવાલો મળી રહ્યા છે કે, વિરાટ કોહલી જ ફરીથી કેપ્ટનશીપ સંભાળી શકે છે.
તેનો પુરાવો ઓક્શન બાદ ટીમમાં જોવા મળી શકે છે, જેમાં કોઈ એવા સ્ટાર પ્લેયરને ખરીદવામાં નથી આવ્યો જેને કેપ્ટન્સી સોંપવામાં આવી શકે છે. બીજો પુરાવો RCBના ડાયરેક્ટર મો બોબટનું નિવેદન છે જે તેણે ઓક્શનના પ્રથમ દિવસની સમાપ્તિ બાદ આપ્યું હતું.બોબટે કહ્યું હતું કે, RCBની કેપ્ટનશીપનો નિર્ણય પણ મેનેજમેન્ટે સંપૂર્ણપણે વિરાટ કોહલી પર છોડી દીધો છે. તે જ નક્કી કરશે કે તે ટીમની કેપ્ટનશીપ કરશે કે અન્ય કોઈ. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમમાં કેપ્ટન કોઈ પણ હોય, પરંતુ ટીમમાં ચાલે તો કોહલીનું જ છે. તેમણે કહ્યું હતું કે, ‘વિરાટ અમારી ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. તે ટીમનો સિનિયર ખેલાડી છે. પરંતુ હવે અમે કેપ્ટનશીપનો નિર્ણય તેમના પર છોડી દીધો છે. તેણે ગઈકાલે અમને કેટલાક મોટા મેસેજ મોકલ્યા હતા. બોબટના આ નિવેદનથી ચાહકોએ પુષ્ટિ કરી છે કે માત્ર કોહલી જ ફરીથી કેપ્ટનશીપ સંભાળી શકે છે.જો કોહલી કેપ્ટનશીપ નહીં સંભાળે તો તો ટીમ ખૂબ જ કન્ફ્યૂઝન વાળી નજર આવી રહી છે. આમાં કેપ્ટનશીપ માટે કોહલીએ કંઈક અલગ હટકર નિર્ણય લઈને કોઈને કમાન સોંપવી પડશે. કેપ્ટનશીપ કોને સોંપવી તે નિર્ણય પણ કોહલી જ કરશે. આ વાત RCBના ડાયરેક્ટર મો બોબટે પોતે જ કહી છે.હવે કોહલીને ટીમમાં છોડીને માત્ર 3 ખેલાડીઓ જ કેપ્ટનશીપના દાવેદાર તરીકે નજર આવી રહ્યા છે. આ ત્રણ ખેલાડીઓ છે સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર, સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર. જો કે, જો આપણે આ ત્રણેય પર નજર કરીએ તો તેમની વચ્ચે પાટિદારની દાવેદારી મજબૂત લાગે છે. જો કે તમને આ ચોંકાવનારી બાબત લાગશે. પરંતુ આ સાચું પણ હોઈ શકે છે. તેનું કારણ RCB સાથે પાટીદારના જૂના સંબંધો અને કોહલીનો વિશ્વાસ હોઈ શકે છે. હવે જોઈએ શું થાય છે.