બિઝનેસ મેનેજમેન્ટનું શિક્ષણ આપતી ભારતની અગ્રણી સંસ્થા બિરલા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (BIMTECH – બિમટેક), ગ્રેટર નોઇડાએ મંગળવારે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ શ્રી પરેશ મૈતીના એક આર્ટ વર્કશોપનું આયોજન કર્યું હતું. પ્રતિષ્ઠિત બિરલા એકેડેમી ઓફ આર્ટ એન્ડ કલ્ચરના સહયોગથી આયોજિત આ વર્કશોપનો હેતુ કલાને વેપારના ક્ષેત્રમાં લાવવાનો હતો. વર્કશોપ ભારતના સૌથી પ્રખ્યાત સમકાલીન કલાકારોના માર્ગદર્શન હેઠળ કલાની દુનિયામાં ડોકિયું કરવાની તક આપતો, સર્જનાત્મકતા અને નેતૃત્વનો અનોખો સંગમ હતો.પ્રસંગ પછી બિમટેકના નિયામક ડૉ. પ્રબીના રાજીબે જણાવ્યું હતું કે, “કલા સર્જનાત્મકતાથી આગળ વધીને વ્યક્તિગત વિકાસ અને નેતૃત્વને કેવી રીતે પ્રેરણા આપી શકે છે એ આ વર્કશોપ સુંદર રીતે દર્શાવે છે. શ્રી મૈતીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ કલાત્મક તકનિકોની શોધ કરી, કલા દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરી, નવીન રીતે વિચારી અને સભાનતા કેળવી હતી. આ સત્રે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સર્વગુણસંપન્ન અને ભાવનાત્મક રીતે સ્થિર નેતાઓ તૈયાર કરવા માટે આંતરિક સંતુલન અને સ્પષ્ટતાની ભાવના કેળવીને શૈક્ષણિક અને વ્યાવસાયિક દબાણોથી તણાવ ઘટાડવામાં મદદ કરવામાં મદદ કરી હતી અને બિમટેકની પરિવર્તનકારી અને કલાત્મક અભિવ્યક્તિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.”કલાના ઉપચારાત્મક અને આત્મનિરીક્ષણાત્મક સ્વભાવને પ્રકાશિત કરતા સત્રે આત્મજાગૃતિ અને સભાનતાની ઊંડી સમજણની પ્રેરણા આપી હતી. શ્રી મૈતીએ ઉત્કૃષ્ટ વોટરકલર લેન્ડસ્કેપ્સથી લઈને ધ ઇન્ડિયન ઓડીસી જેવી અદભૂત રચનાઓ સુધીની વાતો કરી હતી અને તેમની બહોળી મુસાફરી અને કલાની કામગીરી અંગેના કિસ્સાઓથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા.વર્કશોપમાં અનુકૂલનક્ષમતા, મક્કમતા અને સર્જનાત્મક રીતે સમસ્યાઓના નિવારણ જેવી ચાવીરૂપ કુશળતાને રજૂ થતા વિદ્યાર્થીઓને અહેસાસ થયો કે કલા અને વ્યવસાયનો સંગમ થાય છે. આ અનુભવો દર્શાવે છે કે કલા આજના ગતિશીલ વ્યાવસાયિક વિશ્વમાં આવશ્યક ભાવનાત્મક બુદ્ધિમત્તા અને સ્વ-જાગૃતિને વધારવા માટે કેવી રીતે એક શક્તિશાળી માધ્યમ બની શકે છે.શ્રી પરેશ મૈતીના અમૂલ્ય માર્ગદર્શન અને બિરલા એકેડેમી ઓફ આર્ટ એન્ડ કલ્ચરની આ સમૃદ્ધ પહેલને સરળ બનાવવા બદલ હૃદયપૂર્વકની પ્રશંસા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સત્ર દરમિયાન બનાવેલા કલાના નમૂનાઓ, સર્જનાત્મકતાની પરિવર્તનકારી શક્તિ અને બિમટેક ખાતે સહયોગી અને મૂલ્યો-સંચાલિત માહોલને પોષવામાં વર્કશોપની સફળતાના પુરાવા હતા.તેના સ્થાપકો સ્વ.બસંત કુમાર બિરલા અને સરલા બિરલા દ્વારા પ્રેરિત બિમટેકે પીજીડીએમ, પીજીડીએમ -ઇન્ટરનેશનલ બિઝનેસ (આઇબી), પીજીડીએમ -રિટેલ મેનેજમેન્ટ (આરએમ), અને પીજીડીએમ -ઇન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ (આઇબીએમ) જેવા નવીન અભ્યાસક્રમોની પહેલ કરી વ્યક્તિઓને વૈશ્વિક નેતાઓમાં પરિવર્તિત કર્યાં છે. આ ઉપરાંત બિમટેકને હવે એએસીએસબીની માન્યતા મળતા તે ટોચની વૈશ્વિક માન્યતા પ્રાપ્ત બી-સ્કૂલ્સની આઇવી લીગમાં જોડાય છે. પરસ્પર પોષક સહજીવનને ઉત્તેજન આપીને સંસ્થાએ મેનેજમેન્ટના શિક્ષણમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. તેને વિશ્વભરમાં ફેલાયેલા 7000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત નેટવર્કનો ટેકો પણ છે.