વક્ફ સંશોધન બિલમાં સંશોધન કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ઉપસ્થિત બે ટોચના મુસ્લિમ સંગઠનોએ વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ દર્શાવ્યો હતો. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રતિનિધિએ જેપીસી સાથે બેઠક કરી હતી.મહાજે બિલને સમર્થન આપ્યું અને કહ્યું કે તે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. ભ્રષ્ટાચાર અને તકવાદને ખતમ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મહાજના પ્રતિનિધિમંડળે કહ્યું કે દેશને ધાર્મિક ગ્રંથોથી નહીં પરંતુ કાયદાથી ચલાવવો જોઈએ. તેમણે સમિતિને કહ્યું કે બિલમાં ‘વક્ફ બાય યુઝર્સ’નો ઉલ્લેખ નથી અને તેને બિલમાં સામેલ કરવો જોઈએ.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.પર્સનલ લૉ બોર્ડે બિલની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો હતો, જે મુજબ માત્ર પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને જ વક્ફ બનાવવાનો અધિકાર હશે. બોર્ડે કહ્યું કે આવી જોગવાઈ ગેરબંધારણીય અને સંસદના અધિકારક્ષેત્રની બહાર છે. આને સમુદાયના સભ્યો પર ધાર્મિક દેખરેખ તરીકે ગણવામાં આવશે.
JPCની બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો આવ્યા સામસામે,વક્ફ બાય યુઝર્સની જોગવાઈ દૂર કરવા મુદ્દે આકરો વિરોધ
Date: