બ્રિટનના એક યુટ્યૂબરને ભારત સાથે પંગો લેવો ભારે પડી ગયો છે. તેણે મજાકમાં ભારત પર ન્યૂક્લિયર બોમ્બ ઝીંકવાની વાત કહી હતી. માઈલ્સ રુટલેજ નામના આ વ્યક્તિને ભારતીયો પર નસ્લવાદી ટિપ્પણીઓ કર્યાં બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ સમગ્ર મામલો એક મીમ વીડિયોથી શરૂ થયો જેને તેણે ટ્વીટર પર અપલોડ કર્યો હતો.પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કથિતરીતે અમેરિકામાં છુપાયેલા સાઈલોથી પરમાણુ મિસાઈલો નીકળતી જોવા મળી રહી છે અને વિશ્વભરમાં પરમાણુ યુદ્ધની વાત કહેવામાં આવી રહી છે. વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યું, ‘જ્યારે હુ ઈંગ્લેન્ડનો વડાપ્રધાન બનીશ તો હુ બ્રિટિશ હિત અને આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરનાર કોઈ પણ વિદેશી તાકાત પર પરમાણુ બોમ્બ ઝીંકી દઈશ. હુ મોટી ઘટનાઓની વાત કરી રહ્યો નથી, હુ નાની વાત પર સમગ્ર દેશને ખતમ કરી દઈશ. આની થોડી મિનિટ બાદ રુટલેજે પોસ્ટ પર એક કમેન્ટ કરતાં કહ્યું, ‘હુ ભારત પર હુમલો કરી શકુ છું.’પોસ્ટ શેર કર્યાં બાદ લોકોએ તેની પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું. તેને ટ્રોલથી ધમકીભર્યાં ડીએમ પણ મળવા લાગ્યા. તે બાદ તેણે ભારતીયો વિરુદ્ધ નસ્લવાદી ટિપ્પણીઓ શરૂ કરી દીધી. યુટ્યૂબરે લખ્યું, ‘માનો કે ન માનો મને ભારત પસંદ નથી. સાથે જ હુ એક ભારતીયને અનુભવ કરી શકુ છુ કે તે ભારતીય છે. જો કોઈ ઓનલાઈન માણસ અચાનક પહેલી પ્રતિક્રિયામાં પોતાની માતા વિશે અપશબ્દ બોલે છે તો તે ભારતીય છે. આવા ઘણા કિસ્સા છે.’ આ પ્રકારની ટિપ્પણી બાદ લોકો વધુ ભડક્યાં. ટ્વીટર યુઝર્સે તેની પર રોષ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.