પૂરમાં તબાહ થઈ ગયેલો ઇન્દ્રાણી બ્રિજ ફરી તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ ઉત્તર સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે. આ બ્રિજનું તૈયાર થવું એ એન્જિનિયરિંગનું એક નાયાબ ઉદાહરણ છે. PWD દ્વારા તૈયાર કરવામાં આવેલો ઇન્દ્રાણી બ્રિજ તીસ્વા રિવર વેલીમાં 2023ના ફ્લેશ ફ્લડમાં સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો હતો. રોડ નેટવર્ક અને અન્ય બ્રિજને પહોંચેલા ભારી નુકસાનના કારણે સિક્કિમનો ઉત્તરી હિસ્સો બાકીના દેશથી સંપૂર્ણ રીતે કપાઈ ગયો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખી સિક્કિમ સરકારે સસ્પેન્શન બેલી બ્રિજને તૈયાર કરવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ સર્વે થયો અને પછી એમઓયુ સાઇન થયા. હવે આ બ્રિજ બનીને તૈયાર છે અને આજે તેનું ઉદ્ધાટન છે.જરૂરી અપ્રૂવલ્સ અને ક્લિયરન્સ મળ્યા બાદ પ્રોજેક્ટ સ્વાસ્તિ ઉપર BROની 764 BRTFએ કામ શરુ કર્યું. તેણે ઇન્દ્રાણી બ્રિજ સાઇટ પર 300 ફૂટનો બેલી સસ્પેન્શન બ્રિજ તૈયાર કરી દીધો છે. તેમના સમર્પણ અને ઇજનેરી નિપુણતાએ આ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
એક સ્થાનિક અધિકારીએ કહ્યું કે, BROની ગુણવત્તા અને સમયસર કાર્ય પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટમાં પ્રતિબિંબિત થાય છે. BROના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કરી રહી છે. સિક્કિમના લોકો સાથે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં તેમના અથાક પ્રયાસો માટે અમે આભારી છીએ.નવનિર્મિત ઇન્દ્રાણી બ્રિજનું ઉદ્ઘાટન આજે એટલે કે, 12 ઑગષ્ટના રોજ થવા જઈ રહ્યું છે. આ ક્ષેત્રના ભવિષ્ય માટે આ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રોજેક્ટ ન માત્ર સિક્કિમના ઉત્તર ક્ષેત્રને ફરીથી જોડે છે પરંતુ આ ક્ષેત્રમાં આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો માર્ગ પણ મોકળો કરે છે. રાહત કમિશ્નરે કહ્યું કે આ પુલથી સિક્કિમના લોકો પર પડનારા સકારાત્મક પ્રભાવને જોવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમણે BROને પ્રદેશમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવવા અને સમુદાયની સેવા કરવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા માટે અભિનંદન પાઠવ્યા છે.