પાકિસ્તાનથી ઈરાક જતાં શિયા સમુદાયના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો હતો. માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં 35 લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી. ઈરાનની સરકારી મીડિયા એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઇરાનના યજ્દ પ્રાંતમાં સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
Deeply saddened to hear about the tragic bus accident in Iran's Yazd, claiming the lives of at least 35 Pakistani pilgrims, all from Larkana. The bus overturned due to brake failure and later caught fire. My heart goes out to the families of the victims and those injured. May… pic.twitter.com/pIq0tgeRYE
— SenatorSherryRehman (@sherryrehman) August 21, 2024