રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (જર્મન ડોમ) તૂટી પડી છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે 11 વાગ્યાથી અડધો કલાક શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે. રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી.