ભારતના અગ્રણી ટાયર ઉત્પાદક, CEAT એ આજે તેમના ચેન્નાઈ મેનુફેક્ચરિંગ પ્લાન્ટમાં તેની શ્રેષ્ઠ ટ્રક બસ રેડિયલ (TBR) પ્રોડક્શન લાઇનના લોન્ચની જાહેરાત કરી. આ નવી લાઇન આગામી 12 મહિનામાં ક્રમશઃ દૈનિક 1500 ટાયરની ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચશે, જે આંતરરાષ્ટ્રીય બજારોમાં CEAT ની હાજરી વિસ્તારવા માટે તેના અભિયાનમાં નોંધપાત્ર ઉપલબ્ધી છે. આ નવી TBR લાઇન પ્રીમિયમ પેસેન્જર કાર રેડિયલ (PCR) ટાયર અને મોટરસાઇકલ રેડિયલ (MCR/MCS) ટાયરનાઉત્પાદન સહિત CEATની હાલની ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ છે. આ વિસ્તરણ સુનિશ્ચિત કરે છે કે સલામતી, ટકાઉપણું અને ડિજિટલ નવીનતામાં અગ્રણી રહીને, CEAT સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉચ્ચ પ્રદર્શનવાળા વાહનોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે સારી સ્થિતિમાં છે.CEATના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અર્નબ બેનર્જીએ આ નવી TBR લાઇનના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, અમારા નિકાસના મુખ્ય કેન્દ્ર, ચેન્નાઈ પ્લાન્ટ ખાતે ટ્રક બસ રેડિયલ લાઇનની લોન્ચ એ યુરોપ અને યુએસ સહિતના બજારોમાં ટાયરની સંપૂર્ણ રેન્જ ઓફર કરવાની CEATની વૈશ્વિક વિસ્તરણની વ્યૂહરચનાનું મુખ્ય પગલું છે. સ્માર્ટ ટેક્નોલોજી અને કનેક્ટેડ સિસ્ટમ્સને એકીકૃત કરીને, અમે એક સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને ટકાઉ કાર્યસ્થળ બનાવી રહ્યા છીએ. આ રોકાણ વિશ્વભરના અમારા ગ્રાહકોને નવીન, સર્વશ્રેષ્ઠ મોબિલિટી સોલુશન્સ પ્રદાન કરવા માટે CEATના સમર્પણનું પ્રમાણ છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – CEAT, મેન્યુફેક્ચરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, જયશંકર કુરુપલે પ્લાન્ટની તકનીકી અને સલામતી પ્રગતિ પર ભાર મુક્ત કહ્યું કે, “અમારા ચેન્નાઈ પ્લાન્ટે કામગીરીમાં શ્રેષ્ઠતા અને કર્મચારીઓની સલામતી, બંનેમાં સતત નવા ધોરણો સ્થાપિત કર્યા છે. નવી TBR લાઇન ઉત્પાદન માટે સલામત અને સ્માર્ટ વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. આ પ્રોજેક્ટ મુખ્ય સાધનોના ઈન-હાઉઝ વિકાસ સાથે અમલમાં મુકવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક ભારતીય ઉકેલોનો ગર્વથી લાભ ઉઠાવવામાં આવ્યો છે, જેનાથી અમને ખર્ચ અને સમયરેખા, બંનેને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ મળી છે.
CEATએ ચેન્નાઈ પ્લાન્ટ ખાતે નવી ટ્રક બસ રેડિયલ (TBR)લાઇનનું લોન્ચ કર્યું, વૈશ્વિક બજારોમાં તેના પ્રવેશને મજબૂત બનાવ્યો
Date: