આઝાદીના ઉત્સવ અંતર્ગત આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ સંચાલિત બે શૈક્ષણિક સંસ્થાઓ, માતૃશ્રી ભમીબેન પ્રેમજી પુજા નિસર ગુજરાતી માધ્યમની શાળા તેમજ પરમાબેન ભૂરા માલશી ગડા પરમશાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા સમગ્ર સ્ટાફ-ગણ તેમજ વિદ્યાર્થી-ગણ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મંત્રી શ્રી જિતેન્દ્રભાઈ જોષી દ્વારા રાષ્ટ્ર ને સલામી આપવામાં આવેલ. તેમજ બંને માધ્યમિક શાળાઓના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા આઝાદી પછીના ભારતની પરિ-કલ્પનાઓ અને વાસ્તવિક ચિત્ર વિષે ખૂબ ઊંડાણપૂર્વક વ્યકતવ્ય આપવામાં આવ્યું એક રાષ્ટ્ર, વ્યક્તિ સૌ એક સમાન અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો સંસ્થાના મંત્રીશ્રી ના ઉદ્દબોધનમાં શિક્ષણ, વૃક્ષારોપણ ને સફાઈ એ આજની રાષ્ટ્ર-પ્રેમ માટે ની અને રાષ્ટ્ર પ્રત્યે ફરજ અદા કરવાની પ્રવૃતિ છે. દરેક નાગરિક રાષ્ટ્ર એ મને શું આપ્યું એમ નહીં, પરંતુ મે રાષ્ટ્ર ને શું આપ્યું એ ભાવનાથી જીવે. એવી શુભ-ભાવના દર્શાવી હતી. સંસ્થાના પરિવાર જનો તથા કર્મચારી ગણ ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રીમતી તૃપ્તિ બેન જોષી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું, આભાર દર્શન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના આચાર્ય જ્યોત્શનાબેન રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન હૂરબાઈ તથા આરતી બેન જાલા તરફ થી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમ્રુતભાઈ કટારીયા, મયુરભાઈ પંડ્યા, વિશાલભાઈ જોષી, ચંદ્રકાંત વાઘેલા, સેંધાજી મકવાણા તથા પરશોત્તમ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.