વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઈઝી-આધારિત સુપરક્રોસ ચેમ્પિયનશિપ સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (આઈએસઆરએલ)ને સિઝન 2 રાઈડર રજિસ્ટ્રેશન માટે વિશ્વભરમાંથી આશ્ચર્યજનક પ્રતિસાદ મળ્યો છે. રાઇડર રજિસ્ટ્રેશન 21મી જૂન, 2024ના રોજ શરૂ થયું હતું અને ત્યારથી લીગમાં માત્ર પ્રથમ ત્રણ દિવસમાં જ નોંધપાત્ર 50 રજિસ્ટ્રેશન્સ જોવા મળ્યા છે. સિઝન 1માં પ્રથમ 45 દિવસમાં 50થી વધુ રજિસ્ટ્રેશન્સ જોવા મળ્યા હતા, જ્યારે સિઝન 2ના પહેલા ત્રણ અઠવાડિયામાં 100થી વધુ રજિસ્ટ્રેશનનો આંકડો વટી ચૂક્યો છે. આ આંકડા ગ્લોબલ મોટરસ્પોર્ટ કમ્યૂનિટીમાં આઈએસઆરએલની લોકપ્રિયતા અને વધતા પ્રભાવને દર્શાવે છે જ્યાં અમેરિકન, યુરોપીયન અને એશિયન ખંડોના એથ્લીટ્સે મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.આ આંતરરાષ્ટ્રીય સ્તરેથી જોવાયેલો રસ ગ્લોબલ લીગ માટેની વધતી જતી માંગ અને સ્વીકૃતિને દર્શાવે છે, જે આઈએસઆરએલને સુપરક્રોસ વિશ્વમાં એક પ્રીમિયર ઇવેન્ટ તરીકે સ્થાપિત કરે છે. માત્ર એક મહિનામાં, રજિસ્ટ્રેશનનો આંકડો ગયા વર્ષે હાંસલ કરેલા 102ના આંકને વટાવી ગયો છે. આમાં સિઝન 1ના 52 રાઇડર્સ છે, જેમણે આનંદદાયક અનુભવનો ભાગ બનવા માટે ફરીથી રજિસ્ટ્રેશન કરાવ્યા છે. ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, સ્પેન, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, કેનેડા, યુએઈ, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી એન્ટ્રી આવતાં, સિઝન 2 માટે રાઇડર પૂલ નોંધપાત્ર રીતે વૈવિધ્યસભર છે. આઈએસઆરએલના સિઝન 2 માટે રાઇડર રજિસ્ટ્રેશન ઓગસ્ટની શરૂઆતમાં બંધ થાય છે, જે આગામી સિઝન માટે આકર્ષક અને સ્પર્ધાત્મક લાઇનઅપનું વચન આપે છે.સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના સહ-સ્થાપક અને ડિરેક્ટર વીર પટેલએ જણાવ્યું હતું કે, “અમે સીએટ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝન 2 માટે વિશ્વભરના રાઈડર્સનો આવો જબરજસ્ત પ્રતિસાદ જોઈને રોમાંચિત છીએ. રજિસ્ટ્રેશન્સમાં આ વધારો આઈએસઆરએલની વધતી જતી લોકપ્રિયતા અને પ્રભાવનું સાચું પ્રમાણપત્ર છે અને ટોચના સ્તરની સુપરક્રોસ પ્રતિભા માટેના પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે લીગની અપીલને પ્રોત્સાહન આપે છે. અગાઉના સહભાગીઓને પાછા ફરતા જોઈને અને 13 જુદા જુદા દેશોના વૈવિધ્યસભર મિશ્રણ સાથે ખરેખર ગ્લોબલ સુપરક્રોસ કમ્યૂનિટીને ઉત્તેજન આપતા નવા એથ્લીટ્સનું અભિવાદન કરતાં અમને આનંદ થાય છે. આ અમને સીમાઓથી આગળ વધવાનું ચાલુ રાખવા અને વિશ્વભરના એથ્લીટ્સ અને અમારા પ્રશંસકો બંને માટે અપ્રતિમ રેસિંગ અનુભવ આપવા માટે વધુ પ્રેરિત કરે છે.”સિઝન 2ના ઑક્શન માટે ફરીથી રજિસ્ટ્રેશન કરાવનાર સ્ટાર એથ્લીટ્સમાં 9 વખતના ઓસ્ટ્રેલિયન એમએક્સ અને એસએક્સ ચેમ્પિયન મેટ મોસ, વર્લ્ડ ચેમ્પિયન એમએક્સ2 (2014) જોર્ડી ટિકિયર, થોમસ રામેત, નિકો કોચ, જુલિયન લેબ્યુ, હ્યુગો મન્ઝાટો, થનારત પેંજન અને બેન પ્રસિત હોલગ્રેનનો સમાવેશ થાય છે. તેમની સતત સહભાગિતા લીગની વિશ્વસનીયતા અને તેના દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણોને દર્શાવે છે. વધુમાં, નવા રજિસ્ટ્રેશનમાં લ્યુક જેમ્સ ક્લાઉટ, માઈક એલેસી, ગ્રેગરી અરાન્ડા અને મેક્સિમ ડેસ્પ્રે જેવા અગ્રણી એથ્લીટ્સનો સમાવેશ થાય છે, જે લીગની સ્પર્ધાત્મક લાઇનઅપને વધુ પ્રોત્સાહન આપે છે.
ઋગ્વેદ બરગુજે, ઇક્ષાન શાનભાગ અને સાર્થક ચવ્હાણ જેવા અગ્રણી રાઇડર્સની આગામી સિઝન માટે ફરીથી રજિસ્ટ્રેશન સાથે ભારતીય પ્રતિભા પણ ચમકવાનું ચાલુ રહી છે. તેમની સહભાગિતા ઘરઆંગણાના દર્શકોની ભીડમાં ઉત્સાહ અને સ્પર્ધાત્મક ભાવનાને જીવંત રાખવાનું વચન આપે છે.રાઇડર રજિસ્ટ્રેશન પ્રોસેસમાં ત્રણ આકર્ષક રેસિંગ કેટેગરીનો સમાવેશ થાય છે: 450સીસી આંતરરાષ્ટ્રીય રાઇડર્સ, 250સીસી આંતરરાષ્ટ્રીય રાઇડર્સ અને 250સીસી ઈન્ડિયા-એશિયા મિક્સ. દરેક કેટેગરી તીવ્ર હરીફાઈ અને દિલધડક એક્શનનું વચન આપે છે, જે દર્શકો માટે ઓન-ગ્રાઉન્ડ અને ઓનલાઈન બંને રીતે અવિસ્મરણીય અનુભવની ખાતરી આપે છે.સીએટ આઈએસઆરએલ જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન નિર્ધારિત તેની બીજી સિઝન માટે તૈયારી કરી રહી છે. તેનો હેતુ વિવિધ ભારતીય શહેરોમાં વિવિધ રાઉન્ડમાં એક્શન, એન્ટરટેઇનમેન્ટ અને તીવ્ર સ્પર્ધાનું અપ્રતિમ મિશ્રણ પૂરું પાડવાનું છે. ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઈન્ડિયા (એફએમએસસીઆઈ) સાથેની ભાગીદારીમાં આયોજિત, લીગ સુપરક્રોસ રેસિંગની સીમાઓને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.