નિયમિત અને યોગ્ય ટેક્સની ચૂકવણી (Regular Tax Payment) કરવાથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકાય છે. આજે જ્યાં એક તરફ અનેક લોકો ટેક્સ આપવાથી બચવા માટે રસ્તાઓ શોધે છે, ત્યાં અમદાવાદના લોકોએ એક અલગ જ મિસાલ કાયમ કરી છે. એક-એક અમદાવાદી શહેરના વિકાસ માટે રૂ. 1,565 ચૂકવે છે, જે દેશમાં છઠ્ઠા ક્રમનું સૌથી વધુ માથાદીઠ મ્યુનિસિપલ ટેક્સ યોગદાન (Ahmedabad sixth top tax payer in country) છે. જે ચેન્નાઇના રહેવાસીઓ ચૂકવે છે, તેના કરતા રૂ. 15 વધુ છે અને બેંગલુરૂના રહેવાસીના હિસ્સામાં આવતા દરની સરખામણીમાં માત્ર રૂ. 73 ઓછા છે.કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની તાજેતરની બેઠકમાં આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. 17 જૂનના રોજ અધિકારીઓએ દેશની 37 મોટી મ્યૂનિસિપલ કોર્પોરેશનોમાં ચૂકવવામાં આવતા માથાદીઠ મ્યુનિસિપલ ટેક્સની સરખામણી કરતા પેપર રજૂ કર્યા હતા.સૌથી વધુ ટેક્સ મુંબઇકરો દ્વારા રૂ. 4086 ચૂકવવામાં આવે છે. 37 મ્યૂનિસિપલ કોર્પોરેશન્સમાં માથાદીઠ સરેરાશ કલેક્શન 421 રૂપિયા છે. ગુજરાતના શહેરી વિકાસ વિભાગના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે, “સરળ શબ્દોમાં કહીએ તો મુંબઈ, અમદાવાદ, ચેન્નાઇ, કોઇમ્બતુર અને બેંગલુરૂ સહિતના મોટા શહેરોમાં મિલકતોની ઘનતા અને તેમની વધતી કિંમતોના કારણે પ્રોપર્ટી ટેક્સના પાયા મોટા છે.” અધિકારીએ વધુમાં ઉમેર્યુ હતું કે, “પ્રોપર્ટી ટેક્સ કાર્પેટ એરિયા આધારિત ફોર્મ્યુલા પર નિર્ભર હોય છે. સુરત અને રાજકોટમાં માથાદિઠ કલેક્શન અનુક્રમે રૂ. 660 અને રૂ. 628 છે, જ્યારે વડોદરામાં રૂ. 911 છે.”અમદાવાદ શહેર ટેક્સ (વાહનો, વ્યાવસાયિક અને મિલકત)માં વાર્ષિક 1219 કરોડ રૂપિયા એકત્ર કરે છે. સુરત અને રાજકોટમાં માથાદીઠ કલેક્શન અનુક્રમે 660 રૂપિયા અને 628 રૂપિયા છે. જ્યારે વડોદરામાં રૂ. 911 છે.ગુજરાતના પૂર્વ મુખ્ય નગર નિયોજક અને શહેરી વિકાસ નિષ્ણાંત પીએલ શર્માએ જણાવ્યું હતું કે, “મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાંકીય ઉન્નતિ પ્રોપર્ટી ટેક્સ જેવી રિકરિંગ આવકમાંથી સારી વસૂલાતથી થાય છે.” વધુમાં તેમણે ઉમેર્યુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના 30 ટકા પ્રોપર્ટી ટેક્સનો હિસ્સો છે. તેમાં રાજકીય અસર હોય છે અને સમયાંતરે તેમાં સુધારો થયો નથી. રાજ્ય સરકાર તરફથી યુઝર ચાર્જીસ, ઇમ્પેક્ટ ફી અને વળતર ભંડોળ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના 25 ટકા કરતા પણ ઓછું છે.કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયનો અહેવાલ જણાવે છે કે, ભારતમાં સાત સૌથી મોટા શહેરી સમૂહો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરૂ, હૈદરાબાદ અને અમદાવાદ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમી રાજ્યોમાં અનુક્રમે ઝડપથી વિકસતા મેટ્રોપોલિટન પ્રદેશો – પુણે અને સુરતને ઝડપથી અનુસરી રહ્યા છે.
કરવેરો ભરવામાં અમદાવાદીઓ આગળ, શહેરના વિકાસ માટે માથા દીઠ 1,565 ટેક્સ ચૂકવે છે નાગરિકો
Date: