અમદાવાદ : સિટ્રોન ઈન્ડિયાએ ગર્વપૂર્વક ભારતની પ્રથમ મેઇનસ્ટ્રીમ એસયુવી કૂપે બેસાલ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એસયુવીના દમદાર આકર્ષણને કૂપેની આકર્ષક સુદંરતા અને આલિશાન શુદ્ધતા સાથે કુશળતાપૂર્વક જોડે છે. સિટ્રોન બેસાલ્ટ એક અદ્રિતીય ડ્રાઇવિંગ અનુભવ આપે છે, જે તેના બોલ્ડ, કમાન્ડિંગ સ્વરૂપ, વર્ગ-અગ્રણી વિશાળતા અને એરોડાયનેમિક સિલુએટ દ્વારા અલગ તરી આવે છે. નવીનતા અને આરામ પ્રત્યે સિટ્રોનની પ્રતિબદ્ધતાને જાળવી રાખતા – જે તેના 100-વર્ષના વારસાની ઓળખ છે – બેસાલ્ટ ઓટોમોટિવ શ્રેષ્ઠતાના નવા યુગની શરૂઆત કરે છે, જેમાં અદ્યતન સુવિધાઓ અને આનંદી ડ્રાઇવિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. બેસાલ્ટની ડિલિવરી સપ્ટેમ્બર, 2024ના પ્રથમ સપ્તાહથી દેશમાં 85 લા મેશન સિટ્રોન ફિજિટલ શોરૂમના માધ્યમથી થઇ ચુકી છે.નવી સિટ્રોન બેસાલ્ટના લોન્ચની જાહેરાત કરતા, સ્ટેલેન્ટિસ ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ હઝેલાએ જણાવ્યું, “સિટ્રોન બેસાલ્ટનું સત્તાવાર લોન્ચિંગ અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે તે એ વાહનોની ઉપલબ્ધ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે નવીનતાને સુલભતા સાથે જોડે છે. બેસાલ્ટની વિશિષ્ટ એસયુવી કૂપે ડિઝાઇન અદ્યતન ટેક્નોલોજી અને બેજોડ આરામ સાથે મળીને ભારતીય ગ્રાહકોની વિકસતી પસંદગીઓનો સીધો પ્રતિસાદ છે. મજબૂત પ્રારંભિક બુકિંગ સંકેત આપે છે કે બજાર આવા ઉત્પાદન માટે તૈયાર છે અને અમે અપેક્ષા ધરાવીએ છીએ કે જેમ-જેમ વધુ ગ્રાહકો બેસાલ્ટનો અનુભવ કરશે, આ વેગ વધતો જશે. બેસાલ્ટ સાથે અમારૂં લક્ષ્ય એસયુવી માલિકીના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું છે.”સિટ્રોન ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર શિશિર મિશ્રાએ જણાવ્યું, “સિટ્રોન બેસાલ્ટ માત્ર એક વાહન કરતાં ઘણું વધુ છે; તે ઓટોમોટિવ ડિઝાઇનના ભવિષ્યની દિશામાં એક સાહસિક છલાંગ છે. આ એસયુવી કૂપે વ્યાવહારિકતા સાથે વિશાળતાને મિશ્રિત કરવા માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે, જે સિટ્રોનની નવીન ભાવનાને દર્શાવે છે. અમારૂં માનવું છે કે બેસાલ્ટ ભારતમાં એક નવું ધોરણ સ્થાપિત કરશે, જે એક અત્યાધુનિક છતાં સુલભ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરશે જે સિટ્રોનની સ્ટાઇલ, કન્ફર્ટ અને પરફોર્મન્સના મુખ્ય મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે.”સિટ્રોન બેસાલ્ટ વાસ્તવમાં આકર્ષક છે, જે એસયુવીના સાહસિક સ્વરૂપને કૂપેના આકર્ષક સિલુએટ સાથે જોડે છે. તેની ડિઝાઇન શ્રેષ્ઠતા દરેક વિગતમાં સ્પષ્ટ છે, જે તેને એક એવું વાહન બનાવે છે જે રસ્તા પર વાસ્તવમાં અલગ દેખાય છે. તેની બોલ્ડ ડિઝાઇનને પિયાનો બ્લેક સિગ્નેચર ફ્રન્ટ ગ્રિલના માધ્યમથી વધુ નિખારવામાં આવી છે, જે આઇકોનિક સિટ્રોન શેવરોનથી સુસજ્જ છે અને અર્બન ડાયમંડ-કટ આર16 એલોય વ્હીલ્સ અભિજાત્યપણાને દર્શાવે છે. એલઇડી વિઝન પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને 3ડી ઇફેક્ટ ટેલ લેમ્પ્સ ન માત્ર બેસાલ્ટના આધુનિક સૌંદર્યને વધારે છે, પરંતુ શ્રેષ્ઠ દૃશ્યતા પણ પ્રદાન કરે છે, જેથી તે ખાતરી કરી શકાય કે તમે હંમેશા નિયંત્રણમાં રહો. તેના હાઈ એપ્રોચ અને ડીપાર્ચર એંગલ્સ સાથે, બેસાલ્ટને ઉબડ-ખાબડ ભૂમીને જીતવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી તે જેટલી સ્ટાઇલિશ છે, તેટલી જ સક્ષમ પણ છે.સિટ્રોન બેસાલ્ટ 40+ થી વધુ સક્રિય અને નિષ્ક્રિય સલામતી સુવિધાઓ સાથે ધોરણ તરીકે સલામતીમાં એક નવું બેન્ચમાર્ક સુયોજિત કરે છે.