Thursday, November 21, 2024
HomeGujaratAhmedabadAMCના 31 પ્લોટ પર વક્ફ ટ્રિબ્યુનલમાં દાવા, રિપોર્ટ તૈયાર કરવા આદેશ

AMCના 31 પ્લોટ પર વક્ફ ટ્રિબ્યુનલમાં દાવા, રિપોર્ટ તૈયાર કરવા આદેશ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

અમદાવાદના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા આવેલી છે.આ જગ્યાઓ પૈકી ૩૧ જગ્યાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરુધ્ધમાં વકફ ટ્રીબ્યુનલ ગાંધીનગર ખાતે વર્ષ-૨૦૧૬થી અત્યાર સુધીમાં કરવામાં આવેલા દાવાઓની હાલમાં વકફ ટ્રીબ્યુનલ ગાંધીનગર સમક્ષ સુનાવણી ચાલી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સોમવારે મળેલી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૩૧ જગ્યાઓ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરૃધ્ધમાં ગાંધીનગર ખાતે આવેલા વકફ ટ્રીબ્યુનલમાં દાવા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, શહેરના રાજપુર ઉપરાંત કાલુપુર, વટવા ,શાહીબાગ તેમજ સરખેજ રોજા સહિતની અલગ અલગ જગ્યાઓ માટે મ્યુનિ.ની વિરુધ્ધમાં વકફ ટ્રીબ્યુનલ ગાંધીનગર ખાતે છેલ્લા આઠ વર્ષમાં ૩૧ જગ્યાઓ માટે દાવા કરવામાં આવ્યા છે.વકફ ટ્રીબ્યુનલમાં ચાલતા દાવાઓ અંગે ખાસ એડવોકેટની નિમણૂંક કરવા કમિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના તમામ પ્લોટ ઉપર હાલ શું સ્થિતિ છે તે અંગે રીપોર્ટ તૈયાર કરવા સ્પેશિયલ મોનીટરીંગ સેલ કાર્યરત કરવામાં આવશે.આ સેલમાં એક આસિસ્ટન્ટ મેનેજર ઉપરાંત એક સીનીયર તથા એક જુનિયર લીગલ આસીસ્ટન્ટની ટીમ બનાવવામાં આવશે.જેના રીપોર્ટ બાદ કયાં પ્લોટ ઉપર દબાણ છે,ખુલ્લા છે કે તેના ઉપર કોઈ દાવા ચાલી રહયા હશે તો તે સ્થિતિ પણ સ્પષ્ટ થઈ જશે.
મ્યુનિ.ની કઈ-કઈ જગ્યાઓ ઉપર વકફ ટ્રીબ્યુનલમાં દાવા કરાયા

કેસ નંબર અરજદાર

૧૩૯-૧૬ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૧૦-૧૮ પિરોઝ સાહેબની દરગાહ

૩૪-૧૮ હઝરત છોટા દરગાહ-મસ્જિદ ટ્રસ્ટ

૨-૧૯ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૫૫-૧૯ બીબીજી મસ્જિદ,રાજપુર

૧૦૦-૨૦ ચુનારવાડા મસ્જિદ,કાલુપુર

૧૪૨-૨૦ ઈબ્રાહીમ સૈયદ મસ્જિદ દરગાહ,કબ્રસ્તાન

૮-૨૧ વટવા ગામ મુસ્લિમ કબ્રસ્તાન

૪૪-૨૧ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૯૦-૨૧ પઠાણ મસ્જિદ,શાહીબાગ

૧૩૮-૨૧ ઈબ્રાહીમ સૈયદ મસ્જિદ દરગાહ,કબ્રસ્તાન

૨૦૮-૨૧ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૧૫૫-૨૨ સરખેજ રોઝા કમિટી

૧૬૪-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨૧૨-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨૬૬-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૩૮૫-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૪૨૨-૨૨ બીબી એશા મસ્જિદ ટ્રસ્ટ

૪૬૪-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૫૩૮-૨૨ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૧-૨૩ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨-૨૩ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨૧૬-૨૩ ચિતીયા ખાન મસ્જિદ,કબ્રસ્તાન

૨૩૭-૨૩ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨૩૮-૨૩ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૨૮૦-૨૩ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

૩૭૨-૨૩ સુન્ની મુસ્લિમ વકફ કમિટી,ટ્રસ્ટ

૧૫-૨૪ સરખેજ રોઝા કમિટી ટ્રસ્ટ

૨૯-૨૪ મિરઝાપુર મોટી કુરેશી જમાત વકફ ટ્રસ્ટ

૫૬-૨૪ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here