અમદાવાદ: બોટલ્ડ વોટર ઉદ્યોગમાં અગ્રણી ક્લિયર પ્રીમિયમ વોટર અને અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રિ પર્વ દરમિયાન શહેરમાં 1,000 હેલ્મેટનું વિતરણ કરીને માર્ગ સલામતી અને ટ્રાફિક જાગરૂકતાનો એક પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક હાથ ધર્યો હતો.
અમદાવાદ શહેર પોલીસના સહયોગથી હાથ ધરવામાં આવેલ આ અભિયાન એક્સિડન્ટના જોખમને ઘટાડવાના ઉદ્દેશ્યથી નવરાત્રી દરમિયાન યોજવામાં આવ્યું હતું.
કંપનીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદના પ્રહલાદનગર, દક્ષિણ બોપલ અને મકરબામાં રિસાયકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનેલી 100% રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી હાથ ધરવામાં આવેલ આ પાયલોટ પ્રોજેક્ટમાં માત્ર લોકોને બેસવા માટેની સુવિધા જ નથી અપાઇ પરંતુ પ્લાસ્ટિક કચરો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળી છે.
આ અભિયાનો ક્લિયર પ્રીમિયમ વોટરની સમાજની સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. આ દર્શાવે છે કે કંપની સરકારના સહયોગથી શહેરમાં સુરક્ષા અને પર્યાવરણના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત રહે છે.
ક્લીયર પ્રીમિયમ વોટરના સ્થાપક અને સીઈઓ નયન શાહે જણાવ્યું હતું કે, “આ પહેલ માર્ગ સલામતી વિશે જાગૃતિ વધારવામાં એક નોંધપાત્ર પગલું છે. તેનાથી માત્ર ચલાવનારનું જ નહીં પરંતુ રસ્તા પર ચાલતા લોકોનું પણ રક્ષણ થાય છે . હેલ્મેટનું વિતરણ કરવા માટે અમદાવાદ પોલીસ સાથે ભાગીદારી કરીને અમે સોશિયલ વેલફેર અને સસ્ટેનેબિલિટી પ્રત્યે અમારી અડગ પ્રતિબદ્ધતાને વધુ આગળ વધારી રહ્યા છીએ. અમારો આ સાથ બધા માટે એક સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવામાં મહત્ત્વનું યોગદાન છે .”
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર GS મલિકે જણાવ્યું હતું કે, “માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુથી હેલ્મેટ વિતરણ ડ્રાઇવ એક ઉમ્દા અને સરાહનીય કાર્ય છે. એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના જીવલેણ અકસ્માતો ટુ-વ્હીલર ચલાવનારા સાથે થાય છે, આમાંથી ઘણાના મૃત્યુને ફક્ત હેલ્મેટ પહેરીને અટકાવી શકાય છે. ક્લિયર પ્રીમિયમ વોટરની મદદથી અમે હેલમેટ વિતરણ કરીને ઘણા લોકોની જિન્દગી બચાવવામાં નિમિત્ત બનીશું. આ સાથે ટ્રાફિક નિયમોની જાણકારી અને રસ્તા પર સુરક્ષિત સફર અંગે જાગૃતિ પણ ફેલાવી શક્યા છીએ. આ કાર્ય બદલ અમે પ્રિમિયમ ક્લિયર વોટરનો આભાર માનીએ છીએ .”
અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1, નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે, “આ ઝુંબેશને એ રીતે અમલી બનાવાઇ હતી કે લોકો તરફથી ખૂબ સરસ પ્રતિભાવો મળ્યા હતા. બાઇક અને સ્કૂટર સવારો હેલમેટ મેળવ્યા પછી ખૂબ ખુશ થયા હતા. તેઓ જીવનની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું મહત્વ વધુ સમજતા થયા હતા. સમગ્ર ઝુંબેશમાં અમારૂં ફોકસ દંડ ઉઘરાવવા પર નહીં પણ માર્ગ સલામતીની જાગૃતિ પર હતું. યુવાનોને હેલ્મેટનો ઉપયોગ કરવાની ખાસ અપીલ છે. તે માત્ર પોતાની સુરક્ષા માટે નથી પરંતુ તેમના પ્રિયજનોના ભવિષ્ય માટે પણ છે. એકની સલામતી ઘણાની સલામતીને અસર કરે છે. બધાના સાથ-સહકારથી આપણે બધા માટે સલામત માર્ગો બનાવીશું. આ ઝુંબેશને સફળ બનાવવા માટે ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ અમે આભારી છીએ.”
ક્લિયર પ્રીમિયમ વોટર શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની સાથે અને વિવિધ જનહિતની પહેલો દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. આ માર્ગ સલામતી ઝુંબેશ લોકોમાં જાગરૂકતા લાવવા માટેના બ્રાન્ડના સતત પ્રયાસોનો એક નાનકડો ભાગ જ છે.
ક્લિયર પ્રીમિયમ વોટર કંપની તેની સામાજિક જવાબદારી અને તેના મૂળભૂત મૂલ્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે. જાહેર સલામતીને મહત્ત્વ આપતી અને જાગરૂક સમાજના નિર્માણમાં હંમેશા સક્રિયપણે સામેલ છે. અમદાવાદ પોલીસ સાથેનો આ પ્રયાસ સરકારી અને ખાનગી ભાગીદારી દ્વારા કેવી રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલી શકે છે તેનું એક મજબૂત ઉદાહરણ સેટ કરે છે. કંપની ભવિષ્યમાં પણ આવી પહેલમાં ભાગીદારી કરવા માટે તત્પર છે.
ક્લિયર પ્રીમિયમ વોટર અને અમદાવાદ પોલીસે નવરાત્રિમાં હેલ્મેટ વિતરણ થકી ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કર્યા
Date: