Thursday, March 13, 2025
HomeBusinessકપડા થશે મોંઘા: ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કાચા માલનો બોજ; જીન્સ તથા કપડાની કિંમત...

કપડા થશે મોંઘા: ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કાચા માલનો બોજ; જીન્સ તથા કપડાની કિંમત વધશે

Date:

spot_img

Related stories

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...
spot_img

વૈશ્વિક સ્તરે કોમોડિટી માર્કેટમાં આવેલી આક્રમક તેજી પાછળ રિટેલ સેગમેન્ટમાં પણ જોવા મળી હતી. ખરાબ હવામાન અને પુરવઠાની સમસ્યાઓના કારણે સમગ્ર વિશ્વમાં કોટનના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા છે. એક વર્ષમાં કોટનના ભાવમાં 28 ટકાનો વધારો થયો છે.ન્યુયોર્કમાં, ડિસેમ્બરમાં ડિલિવરી માટે કોટનનો ભાવ 3.6% વધીને 1 ડોલર પ્રતિ પાઉન્ડ એટલે કે 1.0155 ડોલર પ્રતિ પાઉન્ડ ઉપર પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં કોટનનો ભાવ 1 ડોલર પ્રતિ પાઉન્ડના મનોવૈજ્ઞાનિક આંક ક્રોસ કરી ચૂક્યો છે. ભારતમાં પણ કોટનના ભાવમાં 10 થી 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. બુધવારે MCX માં કોટનનો ભાવ 3.17% વધીને 28320 રૂપિયા પ્રતિ બેલ્સ (170 કિલો) થયો છે.કોટનના ભાવમાં વધારાની અસર જીન્સ અને અન્ય કોટન કાપડ પર પડશે. તહેવારોની સિઝનમાં ભારતમાં કપડાંનું વેચાણ ખૂબ વધારે થાય છે. તહેવારમાં સુતરાઉ કપડા ખરીદવા થોડા મોંઘા પડી શકે છે. ટેક્સટાઇલ કંપનીઓએ પોતાનું માર્જિન ઘટાડવું પડશે છતાં તેઓ અંતિમ ગ્રાહક પાસેથી કપડાંની ઉંચી કિંમત વસૂલ કરશે.“ખરાબ હવામાન અને અન્ય કારણોસર વિશ્વભરમાં કોટનના ભાવ વધી રહ્યા છે. દેશમાં અમુક મહિના પહેલા સુધી કોટનની ગાંસડીનો ભાવ રૂ .25000 સુધી હતો, જે હવે વધીને 28000 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે કપાસની વાવણી પણ ઘટી છે. જેના કારણે ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. જે કોટનના બનેલા કપડાને અસર કરશે. તહેવારો દરમિયાન કોટનના કપડાં મોંઘા થઈ શકે છે.દેશમાં પહેલી જાન્યુઆરીથી ટેક્સટાઇલ અને ગારમેન્ટમાં જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના અહેવાલો છે તેના સંદર્ભે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા હાલના સંજોગોમાં જીએસટીમાં કોઇ પણ વધારો કરવો ઉચીત ન હોવાનું પ્રધાનમંત્રી, દેશના નાણા પ્રધાન તથા ટેક્સટાઇલ મિનિસ્ટર, ગુજરાતના સીએમ-નાણામંત્રીને પત્ર મોકલી મોકુફ રાખવા માગ કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ વિજય પુરોહિતે જીએસટી વધારો હાલ ટાળવો જોઇએ તેવી માગ કરી હતી.

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

ક્લબ મહિન્દ્રા જંજેહલી ખાતે હિમાચલની સુંદરતાનો અનુભવ કરો

હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા...

મેગ્નમ ઓપસ પ્લે “હમારે રામ” નાટ્ય મંચનની પ્રસ્તુતિ સુરતમાં...

ભારતની અગ્રણી થિયેટર કંપની, ફેલિસિટી થિયેટર ગર્વથી "હમારે રામ"...

મોરારી બાપુએ ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી, સનાતન ધર્મને...

પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ તાપી...

વિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ...

૩૦ દિવસ ચાલનાર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ, તમામ ખેલાડીઓને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here